પોરબંદરની સરકારી શાળાની તરૂણીઓને અપાઇ સ્વરક્ષણની તાલીમ

  • પોરબંદરની સરકારી શાળાની તરૂણીઓને અપાઇ સ્વરક્ષણની તાલીમ
    પોરબંદરની સરકારી શાળાની તરૂણીઓને અપાઇ સ્વરક્ષણની તાલીમ

પોરબંદર તા.4
હાલમાં તરૂણી-યુવતિઓ સાથેની છેડતીના બનાવોમાં વધારો થયો છે ત્યારે પોરબંદર જીલ્લાની સરકારી શાળાની તરૂણીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે.
સ્ત્રીઓ આજે સમાજમાં, નોકરીમાં કે અન્ય ક્ષેત્રોમાં પુરૂષ સમોવડી બની રહી છે, ત્યારે પોતાના સ્વરક્ષણમાં કેમ પાછળ રહે? આવા જ ઉમદા હેતુથી શિક્ષણ વિભાગ રાજય સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધનીગર અને એસ.એસ.એ. કચેરી પોરબંદર દ્વારા સમગ્ર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓની ધો. 6-7-8 ની દિકરીઓને પોતાના સ્વબચાવ રક્ષણ માટેની તાલીમનું આયોજન થયું છે.
આ કાર્યક્રમમાં દરેક ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં તેને પોતાના જીવનના કોઇપણ તણબકકે રક્ષણની જરૂરીયાત ઉભી થાય તો તે પોતે જ પોતાનુ રક્ષણ કરી શકે એવી તાલીમ આપવામાં આવી રહી છે. જયારે સમાજમાં છાસવારે નાની મોટી છેડતીની અને અપહરણની ઘટનાઓ જોવા મળે છે ત્યારે આવી તાલીમ દ્વારા તે પોતાનું રક્ષણ પોતે જ કરી શકશે. પોરબંદરની સી.આર.સી. છાયા પ્લોટની પેટા શાળાઓ બિરલા પ્રાથમિક શાળા, નરસંગ ટેકરી પ્રાથમિક શાળા અને કડિયાપ્લોટ પ્રાથમિક શાળામાં ધો. 6-7-8 ની તમામ વિદ્યાર્થીનીઓને આ તાલીમ આપવામાં આવી રહી છે. શાળામાં આ કાર્યક્રમ સરસ રીતે અમલીકરણ થાય અને તમામ દિકરીઓ શારીરીક રીતે સજજ થાય તેમ ાટે આ તમામ શાળાઓમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર વિવેકભાઇ જોશી દ્વારા સતત તેનું મોનીટરીંગ કરવમાં આવી રહ્યું છે.