દેવીપુજક અને ડફેર સમાજના સામાજીક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા કવાયત

  • દેવીપુજક અને ડફેર સમાજના સામાજીક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા કવાયત
    દેવીપુજક અને ડફેર સમાજના સામાજીક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા કવાયત

પોરબંદર તા.4
દેવીપુજક અને ડફેર સમાજના સામાજીક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા કવાયત રાણાવાવ ખાતે હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે સાંગાભાઇ મોરીની વરણી થતા દેવીપુજક સમાજ અને ડફેર સમાજના અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત લઇને સામાજિક પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામના સફળ સરપંચ તરીકેની સેવા બાદ સાંગાભાઇ મોરીની શુભેચ્છા મુલાકાતે અને સામાજિક પ્રશ્ર્નો અંગે ચર્ચા વચારણા હેતુ ગુજરાત રાજય વિરાટ દેવીપુજક સંઘના મહામંત્રી રમેશભાઇ પરમાર, કુતિયાણા વિરાટ દેવીપુજક સંઘના મહેશભાઇ પરમાર, રાણાવાવ તાલુકા વિરાટ દેવીપુજક સંઘના ધર્મેશભાઇ પરમાર, બાબુભાઇ સોલંકી તેમજ પોરબંદર જિલ્લાના ડફેર સમાજના અગ્રણી કેશુભાઇ લાડક સહિતના આગેવાનોએ રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખ સાંગાભાઇ મોરીને શુભેચ્છા સહ અભિનંદન આપ્યા હતા. દેવીપુજક અને ડફેર સમાજના પ્રશ્ર્નો અંગે સાંગાભાઇ મોરીએ સહાનુભુતિપૂર્વક પ્રશ્ર્નો ઉકેલવાની ખાતરી આપીને જરૂર પડયે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની પણ તત્પરતા દર્શાવી હતી.