દેરોદરમાં માત્ર બે માસના બાળકને ડેન્ગ્યુ થતાં સારવાર અપાઇ

  • દેરોદરમાં માત્ર બે માસના બાળકને ડેન્ગ્યુ થતાં સારવાર અપાઇ
    દેરોદરમાં માત્ર બે માસના બાળકને ડેન્ગ્યુ થતાં સારવાર અપાઇ

પોરબંદર તા.4
પોરબંદરના શહેર અને ગ્રામ્યપંથકમાં ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો છે ત્યારે માત્ર બે મહીનાના બાળકને સારવાર માટે પોરબંદર લવાયો હતો.
દેરોદરના ભગીરથ રામભાઇ ભુતિયા નામના બે મહીનાના બાળકને ડેન્ગ્યુ થતાં પોરબંદરમાં ડો. ચિરાગ જાદવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ડો. જાદવ ઉપરાંત ડો. જય બદિયાણીએ તેને અઠવાડિયાની સારવાર બાદ પુન: સ્વસ્થ કરી આપ્યો હતો. ડોકટરોએ જણાવ્યું હતું કે, પોરબંદર જીલ્લામાં માત્ર બે મહીનાના બાળકને ડેન્ગ્યુ થયો હોય તેવો આ સૌથી નાની ઉમરનો આ કેસ હતો જેમાં વ્યવસ્થિત સારવાર બાદ સ્થિતિ સાધારણ છે. શહેર અને ગ્રામ્યપંથકમાં ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.