રાજકોટમાં મચ્છર ઉત્પતિ સ્થાન સમા 155 મિલ્કત ધારકોના મનપાની નોટીસ

  • રાજકોટમાં મચ્છર ઉત્પતિ સ્થાન સમા 155 મિલ્કત ધારકોના મનપાની નોટીસ
    રાજકોટમાં મચ્છર ઉત્પતિ સ્થાન સમા 155 મિલ્કત ધારકોના મનપાની નોટીસ
  • રાજકોટમાં મચ્છર ઉત્પતિ સ્થાન સમા 155 મિલ્કત ધારકોના મનપાની નોટીસ
    રાજકોટમાં મચ્છર ઉત્પતિ સ્થાન સમા 155 મિલ્કત ધારકોના મનપાની નોટીસ

રાજકોટ તા.4
રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી 49463 ઘરોમાં સર્વે કર્યા બાદ 155 આસામીઓને મચ્છર ઉત્પતિ બદલ નોટીસ ફટકારી હતી. આરોગ્ય વિભાગ દ્વારા એક સપ્તાહમાં 49463 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરી 5824 ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કર્યુ હતું. જ્યારે 135 શાળા-કોલેજ-હોસ્પીટલ-હોટલ-બાંધકામ સાઇટ સહિતના સ્થળોએ ફોગીંગ કરી દવા છંટકાવ તેમજ મોસ્કયુટો ઓઇલનો છંટકાવ કર્યો હતો. જ્યારે મચ્છરના લારવાના નાશ માટે 37 સ્થળે પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી હતી તેમજ મચ્છર ઉત્પતિ બદલ 155 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે 45 ખાણીપીણીની રેકડીઓ, 38 દુકાન, 14 હોટલ-રેસ્ટોરન્ટ, 11 ડેરીફાર્મ, 18 અન્ય સ્થળો, 3 બેકરી સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી 56 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે 7 સ્થળેથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લઇ પૃથકકરણ અર્થે લઇ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. હોટલ-રેસ્ટોરન્ટ તેમજ ડેરી ફાર્મમાં અનહાઇજેનીક સ્થિતિ બદલ 35 ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં
આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમ્યાન રોગચાળાના આંકડા બહાર આવ્યા. જેમાં સામાન્ય શરદી-તાવ-ઉધરસના 439 કેસ, ઝાડા-ઉલ્ટી 365 કેસ, ટાઇફોઇડ તાવના 5 કેસ, ડેન્ગ્યુના 41 કેસ, મરડાના 4 કેસ, અન્ય તાવના 28 કેસ અને મેલેરીયાના બે કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જે આગામી દિવસોમાં જીરો થઇ જવાની શકયતા છે.