બરડા ડુંગર સહિત પોરબંદર જીલ્લામાં ઠેર-ઠેર દેશીદારૂના દરોડા

  • બરડા ડુંગર સહિત પોરબંદર જીલ્લામાં ઠેર-ઠેર દેશીદારૂના દરોડા
    બરડા ડુંગર સહિત પોરબંદર જીલ્લામાં ઠેર-ઠેર દેશીદારૂના દરોડા

પોરબંદર તા.4
પોરબંદર શહેરને દારૂ પુરો પાડતો બરડા ડુંગર સહિત સ્થાનિકકક્ષાએ પણ ઠેર-ઠેર દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરીને પોલીસે હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એલસીબીનો દરોડો
રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા માટે ડી.જી.પી. ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના આઇજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા પોરબંદર જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની ખાસ સુચનાઓ અન્વયે એલસીબી પીઆઇ એમ.એન. દવે અને એલસીબી પીએસઆઇ એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ્. બટુકભાઇ વિંઝુડા તથા હેડ કોન્સ. ગોવિંદભાઇ મકવાણા ને મળેલ ચોક્કસ હકિકત આધારે ફુવારાનેશ તરફના રસ્તેથી પાઉંની સીમ તરફ આરોપી રાજુ ભીમા કોડીયાતર ઉ.વ. 19 રહે. નવાપરા આદીત્યાણા વાળા કાળા કલરના બજાજ પલ્સર મો.સા. નં. જીજે-25-કે-9734 કી.રૂા. 40,000 મા ગે.કા. વગર પાસ પરમીટે દેશીદારૂ લીટર-107 કી.રૂા. 2140 મળી કુલ રૂા. 42140ના મુદ્દામાલ સાથે પકડી પાડી અને સદર દારૂ નહીં પકડાયેલ આરોપી જયાબેન ઉર્ફે જયલી પુંજાભાઇ મારૂ રહે. રાણાવાવ, કાના ભીમા કોડીયાતર રહે. આદીત્યાણા એ વેચાણ આપેલ હોયફ જેથી તેઓની વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબી સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, રણજીતભાઇ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, રવિન્દ્રભાઇ ચાઉં, દિલીપભાઇ મોઢવાડીયા વિગેરે રોકાયેલ હતા.
બરડા ડુંગરમાં દરોડો
બરડા ડુંગરમાં આંટીવાળા નેસ નજીક ઝરમાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી ત્યારે પોલીસે રાજુ ભીમા ગુરગુટીયાને 1400 લીટર આથો, પ0 લીટર દારૂ, 7 બેરલ, બે બોઇલર બેરલ, બે ફીલ્ટર બેરલ, પતરાના ખાલી 7પ ડબ્બા અને ભઠ્ઠીના સાધનો સહિત 8પ7પ ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો અને કાના ભીમા ગુરગુટીયા નામનો આદિત્યાણાનો શખ્સ હાજર મળી આવ્યો ન હતો.
અન્યત્ર દરોડા
પોરબંદરના લકડીબંદર પુલ પાસેથી પોલીસે આદિત્યાણાના તરફાડીયા નેસના જેસા ઉર્ફે જેહો ભાયાને ર000 રૂપિયાના 100 લીટર દારૂ સાથે પકડી પાડયો હતો અને વેચાણ કરનાર વિસા કારા સામે પણ ગુન્હો નોંધી દેવાયો છે. નગીનદાસમોદી પ્લોટમાં રહેતા પ્રફુલ ઉર્ફે આદેશબાબુ પ્રાગજી હરખાણી, બોખીરા તુંબડાના શાંતિબેન જયેશ થાનકી, રામેશ્ર્વર ગામના ડાયા બાબુ બાંભણીયા અને તેના ભાઇ માલા બાબુ બાંભણીયાને દેશીદારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
મહીલાના ઘરે દરોડો
રાણાવાવ સ્ટેશનપ્લોટની બાજુમાં રહેતા ગીતાબેન રાજુ પરમાર હાજર મળી આવ્યા ન હતા, તેના મકાનમાંથી દારૂનુ બાચકુ મળી આવ્યું હતું.