પોરબંદરમાં નાના પીલાણાના એન્જીનની ઇ.સ. ર016થી નિકળતી બાકી સબસીડી ચુકવવા માંગણી

  • પોરબંદરમાં નાના પીલાણાના એન્જીનની ઇ.સ. ર016થી નિકળતી બાકી સબસીડી ચુકવવા માંગણી
    પોરબંદરમાં નાના પીલાણાના એન્જીનની ઇ.સ. ર016થી નિકળતી બાકી સબસીડી ચુકવવા માંગણી

પોરબંદર તા.4
પોરબંદરમાં નાના પીલાણાના એન્જીનની ઇ.સ.ર016 થી નિકળતી બાકી સબસીડી 300 જેટલા લાભાર્થીઓને હજુ સુધી ચુકવાઇ નહીં હોવાથી મત્સ્યોદ્યોગમંત્રીને રજુઆત થઇ છે.
પોરબંદર માછીમાર પીલાણા એશો.ના પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરીએ મત્સયોદ્યોગમંત્રી જવાહર ચાવડાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી માછીમારોના કલ્યાણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવેલ છે, જેમાં નાની એફઆરપી પીલાણા હોડીઓની આઉટબોર્ડ ર સ્ટોક અને 4 સ્ટોક એન્જીન ધરાવતી હોડીઓ ઉપર સબસીડી આપવાની યોજના છે. જેમાં ર સ્ટોક એન્જીન ઉપર 30,000 અને 4 સ્ટોક એન્જીન ઉપર રૂા. 90,000 સબસીડી રાહતપેટે આપવાની પરંતુ સરકારની માછીમારોના ઉત્કર્ષ માટે બનાવેલ આ યોજનામાં યોગ્ય અમલીકરણના અભાવે માછીમારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડેલ છે. પોરબંદર માછીમાર પીલાણા એશો. દ્વારા રજુઆત કરતા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પોરબંદર દ્વારા જણાવવામાં આવેલ છે કે બાકી રહેલા લાભાર્થીઓને વહેલીતકે ચુકવણુ થઇ શકે તે માટે ગ્રાન્ટ ફાળવવી પરંતુ હાલની તકે પોરબંદર વિસ્તારના માછીમારો દ્વારા આ યોજના હેઠળ ખરીદાયેલ નાની હોડીઓમાં એન્જીનમાં ર016 થી આજ સુધી અંદાજે 300 જેટલા લાભાર્થી લોકોને એન્જીન સબસીડી આપવામાં આવેલ નથી. જેથી બાકી રહેલા લાભાર્થીઓને વહેલામાં વહેલીતકે તેમની બાકી રહેલ સબસીડી તાત્કાલીક ધોરણે ચુકવી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે તેમ રજુઆત થઇ છે.