પોરબંદરમાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આધેડ જેલહવાલે

  • પોરબંદરમાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આધેડ જેલહવાલે
    પોરબંદરમાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આધેડ જેલહવાલે

પોરબંદર તા.4
પોરબંદરમાં પાંચ વર્ષની બાળકી સાથે કૌટુંબિક સબંધી એવા આધેડે અડપલા કર્યા હતા જેની પોલીસે ધરપકડ કર્યા બાદ જેલહવાલે કરી દેવાયો છે.
પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં રહેતા એક મહીલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા તેના જેઠાણી અને પડોશના અન્ય મહિલાઓ લગ્ન પ્રસંગે બહારગામ ગયા હતા અને રાત્રે પરત આવ્યા ત્યારે તેના પડોશમાં રહેતી અન્ય એક મહીલાએ તેને વાત કરી કે, ‘તમારી દિકરી અને લતાની બીજી દિકરીઓ ઘર સામે રમતી હતી ત્યારે તમારી દિકરી થોડીવાર માટે નહીં દેખાતા એ જ લતામાં રહેતો હસમુખ ઉર્ફે હંસલો જાદવ ચામડીયા બાવડું પકડીને તેના ઘરે લઇ ગયો હતો અને દરવાજો બંધ કરીને આ પાંચ વર્ષની માસુમ બાળા ઉપર અડપલા કરતો હતો’ આથી તે બુમાબુમ કરવા લાગતા પડોશની આ મહીલા દોડીને ત્યાં ગઇ હતી અને બાળકીને તેના ચુંગાલમાંથી છોડાવીને તેને પરત લાવી હતી.
આ બનાવમાં બાળકીની માતાએ પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એમ.ડી. ચૌધરીએ આ નરાધમની ધરપકડ કરીને આકરી પુછપરછ કરી હતી અને ત્યારબાદ કોર્ટમાં રજુ કરતા તેને જેલહવાલે કરવાનો હુકમ થતાં ખાસ જેલમાં ધકેલી દેવાયો છે.
નરાધમને સંતાનમાં બે દિકરી: બન્ને સાસરે
પોરબંદરમાં માત્ર પાંચ વર્ષની બાળકી ઉપર બળજબરી કરનાર આરોપી હસમુખ ઉર્ફે હંસલો જાદવ ચામડીયા ખુદ બે દિકરીઓનો બાપ હોવાનું જાણવા મળ્યું છે. ઇન્સ. ચૌધરીની પુછપરછમાં તેણે એવું જણાવ્યું હતું કે, તેને ખુદને પણ બે દિકરીઓ છે અને તે બન્ને સાસરે છે.