પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા

  • પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા
    પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર : બિન સચિવાલયની પરીક્ષા હાલ સમગ્ર ગુજરાતનો વિવાદિત અને વિદ્યાર્થીઓનો મોટો મુદ્દો બની ચુકી છે. ત્યારે સમગ્ર મુદ્દે વહેતી ગંગામાં હાથ ધોવા માટે એક પછી એક નેતાઓ અને સમાજનાં અગ્રણીઓ પણ આગળ આવી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પણ અક્કડ વલણ દાખવી રહી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, જે દોષીતો છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો સીસીટીવીમાં ચોરી કરતા જોવા મળી રહ્યા છે તેમના પર કાર્યવાહી જરૂર કરવામાં આવશે પરંતુ પરીક્ષા રદ્દ કરવાની જે અયોગ્ય માંગણીઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે તે સંતોષી શકાશે નહી. કોઇ પણ સ્થિતીમાં પરીક્ષા રદ્દ કરવામાં આવશે નહી. જેથી વિદ્યાર્થીઓ કોઇ વિપક્ષી નેતા કે અન્ય કોઇ પણ વ્યક્તિનાં દોરવ્યા ગેરમાર્ગે દોરવાવું નહી. દરેક વિદ્યાર્થી શાંતિપુર્વક ઘરે પરત ફરી જાય તે જ પ્રાર્થના અને અપીલ છે.