સુરતમાં ઓવરલોડ થઇ જતા લિફ્ટ પાંચમે માળેથી પટકાઇ, 9 લોકો ઘાયલ

  • સુરતમાં ઓવરલોડ થઇ જતા લિફ્ટ પાંચમે માળેથી પટકાઇ, 9 લોકો ઘાયલ
    સુરતમાં ઓવરલોડ થઇ જતા લિફ્ટ પાંચમે માળેથી પટકાઇ, 9 લોકો ઘાયલ

સુરતનાં પાલના ગ્રીન સીટી ટાવરમાં લિફ્ટ તુટવાની ઘટના સામે આવી છે. 12 A નંબરના બિલ્ડિંગમાં લિફ્ટ તુટવાની ઘટના સામે આવી છે. 5માં માળે લિફ્ટ હતી તે સમયે ઓવરલોડિંગનાં કારણે ધડાકાભેર તુટી પડી હતી. લિફ્ટ તુટી પડતા સમગ્ર બિલ્ડિંગમાં ધ્રુજારી ફેલાઇ હતી. જેના કારણે પ્રાથમિક તબક્કે તો લોક ધરતીકંપ સમજીને નીચે ઉતરવા લાગ્યા હતા. જો કે ત્યાર બાદ લિફ્ટ તુટ્યા અંગે માહિતી મળતા તુરંત જ રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર 9 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 2 અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે માહિતી મળતા ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો પણ દોડી આવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની સ્થિતી સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે.