પોરબંદર સહિત રાજયના બૌદ્ધ ધર્મીઓની મુળ સમસ્યાઓનું નિરાકરણ કરો

  • પોરબંદર સહિત રાજયના બૌદ્ધ ધર્મીઓની મુળ સમસ્યાઓનું નિરાકરણ કરો
    પોરબંદર સહિત રાજયના બૌદ્ધ ધર્મીઓની મુળ સમસ્યાઓનું નિરાકરણ કરો

પોરબંદર તા.4
પોરબંદર સહિત રાજયના બૌદ્ધ ધર્મીઓની મુળ સમસ્યાઓનું નિરાકરણ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના કેન્દ્ર સરકારના સદસ્યને રૂબરૂ મળીને આગેવાનોએ આવેદન પાઠવ્યું હતું.
પ્રધાનમંત્રીના લઘુમતિના નવા 15 મુદ્દા કાર્યક્રમ અંતર્ગત સુનીલ સિંધી સભ્ય નેશનલ કમીશન ફોર માયનોરીટીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક રાખવામાં આવેલ હતી. બૌદ્ધ પ્રતિનિધિત્વ મંડળ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા ગુજરાતના બૌદ્ધોની મૂળ સમસ્યાઓના નિવારણ માટે સુનિલ સિંધીને આવેદનપત્ર રાષ્ટ્રીય લઘુમતી પંચ સમક્ષ મુકવામાં આવ્યું હતું. જેમાં તેમને પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ શૈક્ષણિક, સરકારી યોજના, સરકારી કે અર્ધસરકારી સંસ્થામાં નોકરી, પ્રવેશ, કોઇ લેખિત પ્રક્રિયા કે આવેદનમાં બૌદ્ધોની લઘુમતીઓનો વિકલ્પ હોતો નથી, તેના કારણે બૌદ્ધો સરકારી નોકરીથી વંચિત રહી જાય છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતના દરેક જીલમાં બૌદ્ધોની જનસંખ્યા અનુસાર સ્મશાન માટે ભુમિ સંપાદિત કરવી જોઇએ તથા રાજય સરકારે પણ તેઅ અંગે કાર્યવાહી હાથ ધરવી જોઇએ. રાજયના તમામ જીલ્લામાં સુલેહ-શાંતિ સમિતિ હોય છે જેમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓને પણ પ્રતિનિધિત્વ મળવું જોઇએ. ગુજરાત રાજયમાં અસંખ્ય લોકો બુદ્ધધમ સ્વીકાર કરે છે અને હાલમાં બૌદ્ધ છે છતાં તેમને લઘુમતીનો દરરજો મળ્યો નથી તેથી તેઓને તાત્કાલીક લઘુમતીનો દરરજો મળે તે માટે આયોગ દ્વારા પગલા લેવાવા જોઇએ. ભારતને બુદ્ધભુમિ પણ કહેવામાં આવે છે અને જયાં કયાંય પણ ખોદકામ કરવામાં આવે છે ત્યાં બૌદ્ધકાલીન યુગના અવશેષો મળે છે. ભારતમાં ઘણી જગ્યાએ બૌદ્ધ ગુફાઓ અને મૂર્તિઓને જોડતી ચીજો મળી છે. જેમાંની ઘણી જગ્યાઓનો આર્કીયોલોજીકલ સર્વેઓફ ઇન્ડીયા અંતર્ગત સમાવેશ કરી લેવાયો છે પરંતુ હજુ સુધી તેના ઉપર અન્ય ધર્મનો કબ્જો છે. અથવા તો તેઓની જાળવણી થતી નથી તથા વાર્ષિક સર્વે પણ કરવામાં આવતો નથી તેથી બૌદ્ધિષ્ઠોની આસ્થા ઉપર ઠેસ પહોંચે છે તેથી ભગવાન બુદ્ધ સાથે જોડેલી તમામ રાષ્ટ્રીય ધરોહરને આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ આપવી જોઇએ અને તેને સ્વચ્છ-સુંદર સ્થળે બચાવીને રાખવી જોઇએ. ગુજરાતમાં ર003માં ગુજરાત ફીડમ ઓફ રીલીજીયન એકટ આવ્યો છે પરંતુ તે પહેલા પણ ઘણાથ લોકો બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિનું અનુસરણ કરતા હતા પરંતુ જયારે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કોઇપણ સર્વે કરવામાં આવે છે અથવા ઇલેકશન કમીશન દ્વારા સર્વે થાય છે ત્યારે બૌદ્ધો માટે સરકારી દસ્તાવેજ દેવા પડે છે પરંતુ તેમની પાસે આવા દસ્તાવેજો એટલા માટે નથી હોતા કે, ર003 ની સાલ પહેલાથી જ તેઓ બૌદ્ધ હોય છે. તેથી આવા સર્વેમાં બૌદ્ધ ધર્મીઓ માટેના નિયમો હળવા કરવા જોઇએ તેવી પણ આયોગને રજુઆત કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં સૌરાષ્ટ્ર બૌદ્ધ સંઘના બૌદ્ધ પ્રીતનિધિમંડળ, યુવા બૌદ્ધ કાર્યકારી એડવોકેટ આયુમિતવર્ધન ચંદ્રબોધ, આયુ. એડવોકેટ હરીશ પરમાર, આયુ. રમેશભાઇ સોંદરવા, આયુ. ડો.જી.એલ. મારૂ તથા આયુ. કિરણભાઇ બૌદ્ધ પ્રતિનધિ મંડળ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા ગુજરાતના બૌદ્ધોની મુળ સમસ્યાઓના નિવારણ માટે આવેદનપત્ર અને મૌખિક રજુઆત કરેલ જે અંગે તેમણે સારો પ્રતિસાદ મળેલ અને તેમના મુદ્દાઓને પુરતો ન્યાય મળે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર તેમજ કેન્દ્ર સરકાર લેવલે ધ્યાન દોરી સમસ્યાનું નિવારણ લાવવા હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.