મીઠાપુરના હમુસરમાં બે શિક્ષીકાની લાજ લૂંટવા હુમલો કરનારા શખ્સો પકડાયા

  • મીઠાપુરના હમુસરમાં બે શિક્ષીકાની લાજ લૂંટવા હુમલો કરનારા શખ્સો પકડાયા
    મીઠાપુરના હમુસરમાં બે શિક્ષીકાની લાજ લૂંટવા હુમલો કરનારા શખ્સો પકડાયા

જામ ખંભાળિયા તા.4
ઓખા મંડળમાં એક ગ્રામ્ય શાળાના અનુ. જનજાતિના શિક્ષિકાને અપહરણ કરીને લઈ જઈ, દૂષ્કર્મનો પ્રયાસ થયાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે બન્ને આરોપી શખ્સોને ઝડપી લીધા છે.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી અનુસુચીત જનજાતિ જ્ઞાતિની એક યુવતી સોમવારે સાંજે નીકળી હતી, ત્યારે મીઠાપુર તાબેના હમુસર ગામની સીમ નજીક શામળાસર ગામના ડાડુભા ઠેર અને ધીરાભા માણેક નામના બે શખ્સો મોટરસાયકલ પર ધસી આવ્યા હતા.
આ સ્થળેથી જઈ રહેતી શિક્ષિકાને બદકામ કરવાના ઈરાદે તેણીનું બાવળું પકડીને, ખોળામાં તેડી લઈને મોટરસાયકલ પર વચ્ચે સુવડાવવાનો પ્રયાસ કરી, અપહરણનો પણ પ્રયાસ થયાનું જાહેર થયું છે.
આ બનાવથી ગભરાઈ ગયેલી યુવતીએ દેકારો કરતાં તેણીનો બચાવ થયો હતો. પરંતુ આરોપીએ તેણીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના બનતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.સી. એસ.ટી.એલ.ના ડી.વાય.એસ.પી. તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 354, 366, 323, 504, 506 (2), 114 તથા એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી, બન્ને આરોપીઓની અટકાયત કરી હતી.
આ જધન્ય બનાવે સમગ્ર ઓખા મંડળ તથા શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર પ્રસરાવી છે.