સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં ટ્રેન દ્વારા ગાંજો ઉતારવાની ઘટના છાશવારે બનતી રહે છે. પોલીસ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપતી રહે છે. ગાંજાની હેરાફેરી માટેનો સૌથી સરળ રસ્તો ભારતીય રેલવે બની ચુક્યું છે. મુંબઇથી સુરત અને અમદાવાદ આવતી ટ્રેનમાં ગાંઝાની ખુબ મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. એક સુટકેસ અને બે બેગ ભરીને ગાંજો સુરત રેલવે સ્ટેશને રઝળથી હાલતમાં મુકીને આરોપી પલાયન થઇ ગયા હતા. અત્યાર સુધીમાં ગાંઝાની કુલ કિંમત 2.5 લાખ રૂપિયા હોવાનું રેલવે પોલીસ (GRP) દ્વારા જાણવા મળ્યું હતું.
મુંબઇ થી ડ્રગ્સ નો જથ્થો સૂરત માં વેચાણ માટે લાવતા બે આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેઓની પાસે થી પોલીસે રૂ 4.78 લાખ ની કિંમત નો 95.6 ગ્રામ નો ડ્રગ્સ નો જથ્થો કબ્જે કર્યો હતો.એસઓજી પોલીસ ને બાતમી મળી હતી કે ગુલામ ઉર્ફે લાલો મુંબઇ થી ડ્રગ્સ લાવી સુરત માં વેચાણ માટે આવી રહ્યો છે. જે બાતમી ના આધારે એસઓજી પોલીસે રાંદેર પીપરદીવાળા સ્કૂલ પાસે થી ગુલામ ઉર્ફે લાલા જીલાની ની ધરપકડ કરી હતી. જેની પાસે થી પોલીસે રૂ 4.78 લાખ ની કિંમત નો 95.6 ગ્રામ ડ્રગ્સ નો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછ માં તેને કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સ તેને સરફરાઝ પટેલ એ મગાવ્યો હતો.
Top News
