પશુપાલકો આનંદો ! સુમુલ ડેરી દ્વારા દુધના ચુકવાતા ભાવમાં વધારો કરાયો

  • પશુપાલકો આનંદો ! સુમુલ ડેરી દ્વારા દુધના ચુકવાતા ભાવમાં વધારો કરાયો
    પશુપાલકો આનંદો ! સુમુલ ડેરી દ્વારા દુધના ચુકવાતા ભાવમાં વધારો કરાયો

સુરત : પશુ પાલકો માટે વધારે એક વખત આનંદનાં સમાચાર આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા ફેટ દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દુધમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગાયનાં દૂધમાં કિલો ફેટદીધ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પાંચમી ડિસેમ્બરથી લાગુ પડશે. અત્રે ઉલ્લેખીય છે કે, અતિવૃષ્ટીના કારણે ઘાસચારો મેળવવો પશુપાલકો માટે મુશ્કેલ બન્યો છે. ઉપરાંત દાણ પણ ખુબ જ મોંઘુ બનતા હાલ પશુપાલન ખુબ જ મોંઘુ બન્યું છે. દૂધનાં ભાવમાં પણ તોળાતો ભાવ વધારો
સુમુલ ડેરી દ્વારા ગાયનાં દૂધમાં પ્રતિ કિલોફેટ દિધ 670 રૂપિયા હતા તે વધારીને680 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે ભેંસના દૂધનો ભાવ 690 પ્રતિ કિલો દીધ હતા તે 695 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી પશુપાલકોને જરૂર રાહત થશે. જો કે આ બોજ અપ્રત્યક્ષ રીતે ગ્રાહકો પર જ આવશે. પશુપાલકોને દુધનાં ભાવ ડેરી દ્વારા વધારવામાં આવતા હવે આગામી દિવસોમાં ગ્રાહકો પર આ બોજો આવશે. કારણ કે અગાઉ વધારા અપાયા તેની અસર ગ્રાહકો પર પડી નથી. પરંતુ હવે ભાવ વધારો થાય તેવી પ્રબળ શક્યતા છે.