DPS School નાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

  • DPS School નાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
    DPS School નાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ : ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકાર પરિષદ યોજીને ડીપીએસ સ્કુલ અંગે મોટો ખુલાસો કર્યો હતો. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું. હાલમાં ડીપીએસમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે તેમનાં હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કુલ આ સમગ્ર શાળાને દત્તક લેશે. 1થી 12 ધોરણનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આ વ્યવસ્થા માત્ર આ વર્ષ પુરતી જ રહેશે. ત્યાર બાદ આ તમામ વિદ્યાર્થીઓએ આસપાસની અન્ય શાળામાં એડમિશન મેળી લેવાનું રહેશે. સીબીએસઇ બોર્ડનાં અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારે વાતચીત કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું કે, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓનાં ભાવિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે
નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ થતા 850 જેટલા બાળકોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ત્યારે ગઈકાલ સવારથી જ બાળકો અને વાલીઓએ ડીપીએસ સ્કૂલમાં ઘેરાવ કર્યો હતો અને સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ સાથે મંગળવારે મોડી રાત સુધી બાળકો અને તેમના માતાપિતા સ્કૂલ બહાર જ દેખાવો કર્યા હતા. જ્યારે 11 વાગ્યા સુધી નાના બાળકો પણ ત્યાં જ સૂઈ ગયા હતા અને સ્કૂલ ફરી ચાલુ કરવા આંદોલન કર્યું હતું. નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPS સ્કૂલની માન્યતા રદ થતાં દોઢ હજાર વાલીઓ રઝળ્યા. DPS સ્કૂલની બહાર તંબૂમાં રાત વિતાવી હતી. ત્યારે કૌભાંડી સ્કૂલના પ્રિન્સીપાલે આવીને વાલીઓને ફરીથી સ્કૂલ ચાલુ થઈ જવાનું ગાજર બતાવ્યું હતું.