અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં માવઠું, દરિયો એલર્ટ મોડ પર

  • અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં માવઠું, દરિયો એલર્ટ મોડ પર
    અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં માવઠું, દરિયો એલર્ટ મોડ પર

અમદાવાદ :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કમોસમી વરસાદ અને ઠંડી મામલે કહ્યું કે, આ વર્ષે ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે. કોલ્ડવેવ ની અસર થશે, ઠંડીની તીવ્રતા ઘટશે. ઓખા-જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવી દેવાયું
અરબી સમુદ્રમાં દેખાઈ લો પ્રેશરની અસરને પગલે દ્વારકાના ઓખા બંદર તથા અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. પીપાવાવ પોર્ટ પર પણ 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બનતા માછીમારોને સાવચેત કરાયા છે. 7 તારીખ સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. હાલ અમરેલી જિલ્લાની 700 બોટ દરિયામાં છે.
આજે અને આવતીકાલે પડી શકે છે કમોસમી વરસાદ. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ પડી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે દેવભૂમિ દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોએ કરેલા રવિ પાક અને રવી વાવેતર પર ફરીથી આકાશી આફત મંડરાઈ રહી છે. ચોમાસામાં અતિવૃષ્ટિએ ખેડૂતોને બેહાલ કર્યા પછી ત્રણ વખત માવઠું થયું. બે વખત વાવાઝોડાં આવ્યાં અને હવે વધુ એક વખત માવઠાની આગાહી. આ વરસ ખેડૂતો માટે ખૂબ જ ખરાબ વર્ષ હોય તેવા સંકેત મળી રહ્યા છે.