Navy Dayની જામનગર ખાતે ભવ્ય ઉજવણી, પરેડ અને રિટ્રીટનું કાર્યક્રમોનું આયોજન

  • Navy Dayની જામનગર ખાતે ભવ્ય ઉજવણી, પરેડ અને રિટ્રીટનું કાર્યક્રમોનું આયોજન
    Navy Dayની જામનગર ખાતે ભવ્ય ઉજવણી, પરેડ અને રિટ્રીટનું કાર્યક્રમોનું આયોજન

જામનગર સ્થિત નેવીની પાખ INS વાલસુરા દ્વારા 4 ડિસેમ્બરને નેવી-ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નેવી-ડેની સંધ્યાએ વાલસુરા ખાતે આવેલા નેવીના મથકમાં બીટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમો સાથે નેવી-ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય નેવી દ્વારા કરાંચી હાર્બરને નષ્ટ કરી ઝળહળતો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આજ દિવસે નેવી-ડે તરીકે ઊજવવામાં આવે છે, ત્યારે ચાલો આપણે પણ નેવીના આ ઝળહળતા ઇતિહાસની શૌર્યગાથા અંગેની સફર કરીએ.
આર્મી, નેવી અને એરફોર્સ ભારતીય સેનાની ત્રણેય પાંખ દેશ સેવા માટે હંમેશા રહે છે તત્પર અને આવી જ એક ઐતિહાસિક જીત કે જે ભારતીય નેવી દ્વારા 1971ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ દરમિયાન સાહસિકતા અને શૌર્ય સાથે પાકિસ્તાનના કરાચી હાર્બર પર 4 ડિસેમ્બરના રોજ ભારતીય નેવી દ્વારા સફળ હુમલો કરી કરાચી બંદર પર દુશ્મનોના હથિયારો નષ્ટ કરવામાં આવ્યા. ભારત પાકિસ્તાનના ઐતિહાસિક યુદ્ધમાં આ એક મહત્ત્વનો સફળ હુમલો સાબિત થયો ત્યારે આ ગૌરવપૂર્ણ દિવસને ભારતીય નેવી દ્વારા નેવી-ડે તરીકે મનાવવામાં આવે છે. જેની ઉજવણી ભારતીય નેવી દ્વારા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ આખા ભારતભરમાં ખૂબ ઉત્સાહ સાથે કરવામાં આવે છે.