મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા દોડતા સંસદ ભવન પહોંચ્યા

  • મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા દોડતા સંસદ ભવન પહોંચ્યા
    મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા દોડતા સંસદ ભવન પહોંચ્યા

નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલની આજે એવી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મોદી સરકારના કેબિનેટ મંત્રી પોતાની કારથી ઉતરતા જ સંસદ ભવનની અંદર દોડતા જોવા મળ્યા છે. જેને લઈને ટ્વીટર પર યૂઝર્સ મજેદાર કોમેન્ટ કરી રહ્યાં છે. ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલી તસવીરો જોઈને સમજી શકાય છે કે સદનની કાર્યવાહીમાં પહોંચવામાં મોડું ન થાય તે માટે પીયુષ ગોયલ સંસદ પરિસરમાં પોતાની ગાડીમાંથી ઉતરતા જ ભવનમાં અંદરની તરફ ભાગે છે. કેન્દ્રીય મંત્રીને આમ અચાનક દોડતા જોઈને ત્યાં હાજર લોકો ચોંકે છે. ગુજરાતના બારડોલીના ભાજપ (BJP) ના સાંસદ પ્રભુ વસાવા એ પીયુષ ગોયલની આ તસવીરોને ટ્વીટર પર શેર કરીને લખ્યું કે નવા ભારતના ઉર્જાવાન મંત્રી આદરણીય પીયુષ ગોયલજી કેબિનેટ બેઠક પત્યા બાદ ભાગતા સંસદમાં પહોંચ્યા જેથી કરીને પ્રશ્ન કાળમાં મોડું ન થાય.