ફ્રીજ પર રાખેલો મોબાઈલ લઈને યુવક ધાબે ગયો, ત્યાં તો ધૂમાડા નીકળવા માંડ્યા અને...

  • ફ્રીજ પર રાખેલો મોબાઈલ લઈને યુવક ધાબે ગયો, ત્યાં તો ધૂમાડા નીકળવા માંડ્યા અને...
    ફ્રીજ પર રાખેલો મોબાઈલ લઈને યુવક ધાબે ગયો, ત્યાં તો ધૂમાડા નીકળવા માંડ્યા અને...

નવી દિલ્હી: દિલ્હી ના બુરાડી વિસ્તારમાં આજે સવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીના મોબાઈલ (Mobile) માં જોરદાર વિસ્ફોટ થયો અને તે ફાટ્યો. જે સમયે મોબાઈલ ફાટ્યો ત્યારે તે ચાર્જિંગમાં નહતો. રાહતની વાત માત્ર એ હતી કે મોબાઈલ ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટો અકસ્માત ટળ્યો. આ ઘટના બાદ પરિવારની સાથે સાથે પાડોશી પણ સ્તબ્ધ છે. મળતી માહિતી મુજબ હરિશ તોમર પરિવાર સાથે બુરાડીમાં રહે છે. તેમના મોટા પુત્ર હર્ષિત તોમરએ એક બ્રાન્ડેડ કંપનીનો મોબાઈલ થોડા દિવસ પહેલા જ ખરીદ્યો હતો. બુધવારે સવારે લગભગ સાત વાગે મોબાઈલ ફ્રીજ પર રાખ્યો હતો. આ દરમિયાન પુત્ર હર્ષિત ફોન ઉઠાવીને છત પર જવા લાગ્યો હતો. ત્યારે જ તેણે જોયુ કે મોબાઈલમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આ જોઈને તેણે મોબાઈલ ફેંકી દીધો. મોબાઈલ જમીન પર પડતા જ તેમાં વિસ્ફોટ થયો. મોબાઈલ ફાટ્યો. જોરદાર ધડાકાના કારણે મોબાઈલ ફાટવાથી લોકો ભેગા થઈ ગયા. લોકોમાં ચર્ચા હતી કે જો આ મોબાઈલ કાન સાથે લગાવીને રાખ્યો હોત તો મોટો અકસ્માત ટાળી શકાયો હોત.