બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’

  • બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’
    બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’

અમદાવાદ :‘કોઈ એન્જિનિયર, કોઈ બીએ પાસ, તો કોઈએ પરીક્ષા માટે નોકરી મૂકી... બસ એટલા માટે જ કે અમે સરકારી નોકરીમાં જોડાવાના સપના જોયા હતા. પણ અમારા જેવા વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને તેનુ ફળ રૂપિયા ચૂકવીને કોઈ બીજુ લઈ જાય છે. અમે આજે ગાંધીનગરમાં ન્યાય માંગવા આવ્યા છીએ, ભીખ માંગવા નહિ.....’ આ શબ્દો છે એ હજ્જારો ઉમેદવારોનો, જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. પોલીસે 400 ઉમેદવારોની અટકાયત કરી
ન્યાય માંગવાની આશાએ આજે રાજ્યભરમાં હ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં યુવતીઓ પણ સામેલ હતી. વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે હજ્જારો ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કે, બિનસચિવાલય પરીક્ષા કેન્સલ કરવામાં આવે. કારણ કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા પણ મળ્યા છે. ત્યારે ગાંધીનગરની પોલીસે પ્રદર્શન કરી રહેલા 400થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે. તમામની અટકાયત ઉપવાસ છાવણી પાસેથી કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આવ્યા છે, પરંતુ સરકારની પેટનું પાણી હાલતું નથી.