બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારને ખબર પડી કે, તેમની સગીર દીકરી સાથે દુષ્કર્મ થયું છે...

  • બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારને ખબર પડી કે, તેમની સગીર દીકરી સાથે દુષ્કર્મ થયું છે...
    બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારને ખબર પડી કે, તેમની સગીર દીકરી સાથે દુષ્કર્મ થયું છે...

રાજકોટ માં એક અઠવાડિયાની અંદર જ ચોંકાવનારો બીજો બનાવ બન્યો હતો. ઉનાની 15 વર્ષની સગીરાએ મવડીની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. તબિયત લથડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાઈ હતી. ત્યારે પોલીસે બાળકીના પરિવારજનોના નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે પરિવારે ચોંકાવનારી વાત કહી કે, બાળકને જન્મ આપીયા બાદ તેઓને ખબર પડી હતી કે, તેમની 15 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરે 7 માસના ગર્ભ સમયમાં બાળકને જન્મ આપ્યો છે. સગીરા હજી પણ બેફાન હાલતમાં છે, અને ICUમાં સારવાર હેઠળ છે. હાલ સગીરના દુષ્કર્મ મામલે ઉના પોલીસ રાજકોટ પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 15 વર્ષની સગીર કિશોરીને તાવ અને આંચકીની તકલીફ હોવાથી તેને રાજકોટમા સારવાર માટે લાવવામાં આવી હતી. ત્યારે સગીરાને પહેલા તો ઉલટી થઈ હતી, અને બાદમાં તેણે હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ જાણીને કિશોરીનો પરિવાર ચોંકી ગયો હતો. તેમની દીકરી કુંવારી માતા કેવી રીતે બની તે બાબતની જાણ તેઓને ન હતી. તો બીજી તરફ, કિશોરી પર કોણે દુષ્કર્મ આચર્યું તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.