રાજકોટ : પિશાચી નરાધમને ઓળખીને બાળકી બોલી, ‘આને મારજો...’

  • રાજકોટ : પિશાચી નરાધમને ઓળખીને બાળકી બોલી, ‘આને મારજો...’
    રાજકોટ : પિશાચી નરાધમને ઓળખીને બાળકી બોલી, ‘આને મારજો...’

રાજકોટમાં 8 વર્ષની બાળાને તેના માતાપિતા પાસેથી સૂતી અવસ્થામાંથી ઉઠાવી લઈને બળાત્કાર (Rape with girl child) ગુજારનાર નરાધમ (Rapist) સામે ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. 22 વર્ષના હરદેવ માંગરોલીએ શુક્રવારે બાળકી પર બળાત્કાર કર્યો હતો. ત્યારે ગઈકાલે બાળકીની સામે આરોપીની ઓળખ પરેડ કરાવી હતી. ત્યારે બાળકીએ હરદેવને ઓળખી બતાવ્યો હતો, અને કહ્યું હતું કે, ‘આને મારજો...’ સાંભળવા પણ તૈયાર નથી??
બાળકીની સામે ઓળખ પરેડ
ગઈકાલે રાજકોટ પોલીસ દ્વારા આરોપી હરદેવ માંગરોલિયાની ઓળખ પરેડ કરાવી હતી. જેમાં હરદેવ સહિત અન્ય કેટલાક શખ્સોને પણ લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. ત્યારે પોતાના શરીરને જે શખ્સે પીંખ્યું હતું તેને બાળકીએ તરત ઓળખી બતાવ્યું હતું. એટલુ જ નહિ, હરદેવ તરફ આંગળી ચીંધીને બાળકી તરત બોલી હતી કે, ‘આને મારજો...’ ગઈકાલે રાજકોટ પોલીસ દ્વારા હરદેવને ઘટનાસ્થળે લઈ જઈને તેનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. નરાધમને પોલીસ રસ્તા પર લઈ આવતા જ તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. આ સમયે રસ્તા પર લોકોનો આક્રોશજોવા જેવો હતો. ચારે તરફથી એક જ બૂમ પડી રહી હતી કે, ‘આ બળાત્કારની મારી નાંખો, અથવા તો અમને સોંપી દો.’ તો બીજી તરફ, લોકોનું ટોળુ હરદેવ પર એટેક ન કરે તે માટે પોલીસ પણ સતર્ક બની ગઈ હતી. લગભગ 500થી વધુ લોકો હરદેવને ઘેરી વળ્યા હતા, જેમાંથી નીકળીને પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી. આમ, રાજકોટવાસીઓમાં એટલો આક્રોશ હતો કે, તેને મારી નાખવાના નારા લગાવ્યા હતા. તો સાથે જ લોકોએ રાજકોટ પોલીસની વાહવાહી કરીને પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.