સુદાન: સિરામિક ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ, 18 ભારતીયોના મોત, 16 ગુમ

  • સુદાન: સિરામિક ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ, 18 ભારતીયોના મોત, 16 ગુમ
    સુદાન: સિરામિક ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ, 18 ભારતીયોના મોત, 16 ગુમ

સુદાન માં સિરામિક ફેક્ટરીમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ (Blast) અને ત્યારબાદ લાગેલી આગ ના કારણે 23 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 18 જેટલા ભારતીયો છે. ઘટનામાં 130થી વધુ લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઘટના અંગેના અહેવાલને સત્તાવાર સમર્થન આપતા ઈમરજન્સી નંબરો જાહેર કર્યા છે. આ બાજુ સૂદાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે જણાવ્યું કે ખાર્તૂમમાં સીલા સિરામિક ફેક્ટરીમાં ઘટેલી દુર્ઘટના બાદ 16 ભારતીયો ગુમ છે.
દૂતાવાસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે તાજા રિપોર્ટ મુજબ 18 ભારતીયો ના મોત થયા છે, પરંતુ કોઈ અધિકૃત સમર્થન નથી. દૂતાવાસે લોકોના નામ પણ બહાર પાડીને જણાવ્યું છે કે મૃતકોની સૂચિમાં લાપત્તા લોકો પણ સામેલ હોઈ શકે છે. કારણ કે બળી જવાના કારણે મૃતદેહોની ઓળખ થઈ શકતી નથી. દૂતાવાસે હોસ્પિટલમાં દાખલ, ગુમ અને ત્રાસદીમાં બચી ગયેલા ભારતીયોની સૂચિ પણ બહાર પાડી છે.