પી ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યાં, કોંગ્રેસીઓએ કર્યું ભવ્ય સ્વાગત

  • પી ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યાં, કોંગ્રેસીઓએ કર્યું ભવ્ય સ્વાગત
    પી ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યાં, કોંગ્રેસીઓએ કર્યું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ આજે સાંજે 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. કોંગ્રેસ ના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પુત્ર કાર્તિ ચિદમ્બરમ મીડિયાના કેમેરા સામે વિક્ટરી સાઈન બતાવતા જોવા મળ્યા હતાં. દિલ્હીની તિહાડ જેલની બહાર કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતાં. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને કેટલીક શરતો પર જામીન આપ્યા છે. ચિદમ્બરમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે અને તેઓ પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. તેઓ મીડિયાને કોઈ ઈન્ટરવ્યુ આપી શકશે નહીં. આ સાથે જ તેમણે આ મામલે પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવું પડશે.
કોર્ટે ચિદમ્બરમને કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશની સંતુષ્ટિને આધીન બે લાખ રૂપિયાના જામીન બોન્ડ જમા કરાવવાના નિર્દેશ આપ્યાં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે અન્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીનો જામીન આદેશ પર કોઈ પ્રભાવ પડશે નહીં.