Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી

  • Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી
    Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી

નવી દિલ્હી: મહારાષ્ટ્ર માં રાજકીય ઉથલપાથલ બાદ આખરે શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ આઘાડી ની સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. આવામાં હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર સિદ્ધાંતો વિરુદ્ધની છે. આવામાં આ સરકાર વધુ દિવસ ચાલશે નહીં. આ ઉપરાંત ગડકરીએ ઝારખંડ ચૂંટણીને લઈને દેશના જીડીપી અંગે પણ પોતાના મંતવ્ય શેર કર્યાં. અત્રે રજુ કર્યા છે વાતચીતના મુખ્ય અંશ... સવાલ: 2018માં દેશના 75 ટકા ભૂભાગ પર ભાજપ (BJP) નો ઝંડો ફરકી રહ્યો હતો પરંતુ આજે એક વર્ષમાં જ માત્ર 40 ટકા રહી ગયો છે. આવામાં શું ઝારખંડ ચૂંટણી મોટો પડકાર રહેશે?
જવાબ: દરેક ચૂંટણી અમારા માટે પડકાર હોય છે. દરેક ચૂંટણી પાર્ટી માટે જરૂરી હોય છે. જીત કે હાર પણ નિશ્ચિત હોય છે. અપ્સ એન્ડ ડાઉન પાર્ટીમાં થતા રહે છે. કોઈ ચીજ પરમેનન્ટ નથી. એ જ પેસથી કામ થતું રહેવું જોઈએ. મને વિશ્વાસ છે કે ઝારકંડમાં આ વખતે પણ ફરીથી સરકાર બનાવીશું.