J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ

  • J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ
    J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ

શ્રીનગર: ઉત્તર કાશ્મીર ના અનેક વિસ્તારમાં મંગળવારે આવેલા બરફના તોફાન માં 4 જવાનો શહીદ થયા છે. મંગળવારે કૂપવાડા જિલ્લાના તંગધર સેક્ટરમાં સેના ની એક પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ હતી. ત્યારબાદ અનેક જવાનો લાપત્તા હોવાનું કહેવાયું હતું. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ભારતીય સેનાના 3 જવાનોના મોત થયા છે. જ્યારે બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનની ચપેટમાં આવતા એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે 8 જવાનો હિમસ્ખલનના કારણે બરફમાં દટાઈ ગયા હતાં. તત્કાળ રેસ્ક્યુ ઓપરેશનના કારણે એક જવાનને બચાવી શકાયો છે. જ્યારે 4 જવાનોના મોત થયા છે. બાકીના 3ની શોધ હજુ પણ ચાલુ છે. આ હિમસ્ખલન કૂપવાડાના તંગધાર સેક્ટરના ઈગલ પોસ્ટ નજીક થયું છે. ચપેટમાં આવેલા સેનાના ચાર જવાન પોસ્ટની બહાર નિયંત્રણ રેખાને ગાર્ડ કરી રહ્યાં હતાં.