SC-ST ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ મળશે, કેબિનેટે આપી લીલી ઝંડી

  • SC-ST ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ મળશે, કેબિનેટે આપી લીલી ઝંડી
    SC-ST ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ મળશે, કેબિનેટે આપી લીલી ઝંડી

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર ની કેબિનેટ બેઠકમાં 6 મહત્વના બિલોને લીલી ઝંડી મળી ગઈ. જેમાં સૌથી મહત્વના બિલમાં નાગરિકતા સંશોધન બિલ એસસી-એસટી (SC-ST) ને અનામત અને સીનિયર સિટિઝન એમેન્ડમેન્ટ બિલ ને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને તેને જલદી સંસદમાં રજુ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે એસસી-એસીને જે અનામત મળે છે તેમાં દર 10 વર્ષ બાદ વધારો કરવો પડે છે. આ વખતે પણ સરકારે એસસી-એસટી (SC-ST) અનામતના સમયગાળાને 10 વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે આ અનામત 2020માં પૂરી થઈ રહી હતી જેને હવે 2030 સુધી વધારવામાં આવી છે.