નાગરિકતા સંશોધન વિધેયકને મોદી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરાશે આ બિલ

  • નાગરિકતા સંશોધન વિધેયકને મોદી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરાશે આ બિલ
    નાગરિકતા સંશોધન વિધેયકને મોદી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરાશે આ બિલ

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ ને છેવટે મોદી સરકારની કેબિનેટે મંજૂરી આપી છે. બિલને આ સપ્તાહમાં સંસદમાં રજુ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તમને જણાવીએ કે આ સપ્તાહમાં સરકાર આ બિલને સંસદમાં રજુ કરી છે. જાણકાર સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વી રાજ્યોના નેતાઓ સાથે સહમતી સાધવાની કવાયત આ પહેલા જ પુરી લીધી છે. સુત્રો અનુસાર બે દિવસ સુધી શાહે ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય સ્ટોકહોલ્ડર સાથે બેઠક કરી હતી. સરકારનો પ્રયાસ રહ્યો છે કે, બધાને વિશ્વાસમાં લઇને આ બિલ લાવવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે, અમિત શાહના પ્રયાસથી આ બિલનો વિરોધ કરી રહેલા ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો પણ હવે સહમત થઇ રહ્યા છે. જોકે કોંગ્રેસ, વામ અને અન્ય પક્ષો આનો વિરોધ કરી રહ્યા છે. એમની માંગ છે કે, આમાં મુસ્લિમોને પણ સાંકળી લેવામાં આવે.