છત્તીસગઢ: ITBPના જવાનોએ પોતાના જ સાથીઓ પર ચલાવી ગોળીઓ, 6ના મોત, 2ને ઇજા

  • છત્તીસગઢ: ITBPના જવાનોએ પોતાના જ સાથીઓ પર ચલાવી ગોળીઓ, 6ના મોત, 2ને ઇજા
    છત્તીસગઢ: ITBPના જવાનોએ પોતાના જ સાથીઓ પર ચલાવી ગોળીઓ, 6ના મોત, 2ને ઇજા

રાયપુર: છત્તીસગઢના નારાયણપુરમાં દર્દનાક ગોળીકાંડની ઘટના સામે આવી છે. અહીં સુરક્ષાબળના એક જવાને પોતાના જ સાથી જવાનો પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીકાંડમાં 5 જવાન અને ગોળી ચલાવનાર આરોપી જવાન સહિત 6ના મોત નિપજ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીકાંડમાં 2 જવાન ગંભીર રીતે ઘાયલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધા જવાનો આઇટીબીપીના હતા. બસ્તર આઇજીએ ઘટનાની પુષ્ટિ કરી દીધી છે. નારાયણપુરના પોલીસ કમિશ્નરનું કહેવું છે કે આઇટીબીપી જવાનો વચ્ચે પરસ્પર થયેલી ફાયરિંગના લીધે 6 જવાનોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ આ ગોળીકાંડમાં બે જવાનોને ગંભીર ઇજા પહોંચતાં ઘાયલ થયા છે. ઘાયલ થયેલા જવાનોની સારવાર ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે બધા જવાનોની લાશ રાયપુર લઇ જવામાં આવી રહી છે.