હોકી બાદ હવે પડદા પર મિતાલી રાજ બનીને ક્રિકેટ રમશે તાપસી પન્નૂ, લોકો કહેશે 'શાબાશ મિઠૂ'

  • હોકી બાદ હવે પડદા પર મિતાલી રાજ બનીને ક્રિકેટ રમશે તાપસી પન્નૂ, લોકો કહેશે 'શાબાશ મિઠૂ'
    હોકી બાદ હવે પડદા પર મિતાલી રાજ બનીને ક્રિકેટ રમશે તાપસી પન્નૂ, લોકો કહેશે 'શાબાશ મિઠૂ'

નવી દિલ્હી: 'સૂરમા'માં હોકી ખેલાડીનું પાત્ર ભજવનાર તાપસી પન્નૂ જલદી જ પડદા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનું પાત્ર ભજવશે. તાપસી પન્નૂ બાળપણથી જ સ્પોર્ટ્સ રમતી હતી, બેડમિન્ટન તેની મનપસંદ રમત છે. ફિલ્મોના સિલેક્શનમાં રમત પ્રત્યે તેની રૂચિ સ્પષ્ટ જોવા મળી રહી છે. 'મનમર્જિયા'માં પણ તાપસી પન્નૂ હોકી ખેલાડી બની અને પછી 'સાંડ કી આંખ' તેમણે એક શાર્પ શૂટનું પાત્ર ભજવ્યું છે. જોકે નિર્દેશક રાહુલ ધોળકિયા જ મિતાલી રાજની કહાનીને મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે, 'શાબાશ મિઠૂ' નામની આ બાયોપિકમાં તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં છે. તાપસી પન્નૂએ આ વિશે કહ્યું કે જ્યાં સુધી મહિલાના ક્રિકેટની વાત છે તો ભારતની સૌથી સફળ કેપ્ટનના પાત્રને ભજવવું ખરેખર સન્માનિય છે. જો અત્યારથી હું પાત્રને ભજવવાને લઇને દબાણ અનુભવવાનું શરૂ કરી દીધું છે, હાલ મને લાગે છે કે હું તેને બીજા કોઇ સાથે શેર કરવા માંગું છું. આ બાયોપિક વિશે મિતાલી રાજએ કહ્યું કે 'હું હંમેશા ક્રિકેટમાં જ નહી, પરંતુ તમામ ક્ષેત્રમાં મહિલાઓ માટે સમાન તક માટે મારો અભિપ્રાય રજૂ કર્યો છે. ના ફક્ત મારી કહાની મોટા પડદા પર જીવંત કરવા માટે, પરંતુ જે મહિલાઓ સપના જોવાની હિંમત રાખે છે, તેના સુધી પહોંચવા માટે મને એક મોટું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવવાને અજીત અંધારે અને વાયકોમ 18 સ્ટૂડિયોઝનો આભાર વ્યક્ત કરું છું.