જમીન પર આળોટીને અક્ષય કુમારે કર્યો નાગિન ડાન્સ, સતત વધી રહ્યા છે આ Videoના views

  • જમીન પર આળોટીને અક્ષય કુમારે કર્યો નાગિન ડાન્સ, સતત વધી રહ્યા છે આ Videoના views
    જમીન પર આળોટીને અક્ષય કુમારે કર્યો નાગિન ડાન્સ, સતત વધી રહ્યા છે આ Videoના views

અમદાવાદ :બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર કરીના કપૂર ખાન , દિલજીત દોસાંજ અને કિયારા અડવાણીની ફિલ્મ ગુડ ન્યૂઝ નું નવુ ગીત રિલીઝ થયું છે. ગીત ‘સૌદા ખરા ખરા..’ રિલીઝ થતા જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતમાં દિલજીત અને કિયારાની મસ્તી જોવાલાયક છે. ગીતને વધુ દમદાર બનાવવા મટે અક્ષય કુમારની જબરદસ્ત એન્ટ્રી એડ કરવામાં આવી છે. એટલું જ નહિ, અક્ષય કુમાર ઘોડા પર તથા પર જમીન પર આળોટીને નાગીન ડાન્સ (Nagin Dance) કરતો નજરે ચઢ્યો છે. તો સાથે જ અક્ષયે સુખવિંદરના ભાંગડાની સ્ટાઈલ પણ કરી છે. જોકે, આ ગીતમાં કરીના કપૂર ક્યાંય દેખાઈ નથી રહી. ઉલ્લેખનીય છે કે, સૌદા ખરા ખરા ગીત ગાયક સુખબીરનું સુપરહીટ નંબર છે. વર્ષોથી આ ગીત લોકોને નાચવા માટે મજબૂર કરે છે. લગ્ન હોય કે પાર્ટી આ ગીત હંમેશા ટોપ નંબર્સમાં હોય છે. આ નવા ગીતને અવાજ પણ સુખબીરે પણ આપ્યો છે. તો ગુડ ન્યૂઝ ફિલ્મમાં આ ગીત તદ્દન અલગ લાગે છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અને કરીના કપૂરની આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.