જાણિતા ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહના જીવન પર બાયોપિક બનાવશે ફરહાન અખ્તર

  • જાણિતા ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહના જીવન પર બાયોપિક બનાવશે ફરહાન અખ્તર
    જાણિતા ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહના જીવન પર બાયોપિક બનાવશે ફરહાન અખ્તર

નવી દિલ્હી: તાજેતરમાં બિહારના જાણિત ગણિતજ્ઞ આનંદ કુમાર પર રિતિક રોશને બાયોપિક બનાવી હતી. તેનું નામ 'સુપર 30' હતું. હવે બિહારના જ વધુ એક જાણિત ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ પર રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર એક બાયોપિક બનાવવા જઇ રહ્યા છે. વશિષ્ઠ નારાયણ સિંહ નું તાજેતરમાં જ નિધન થયું હતું. તેમની ઉપલબ્ધિઓ પર સમાજ અને સરકાર બંનેને ગર્વ છે. પોતાના અંતિમ દિવસોમાં જોકે તે માનસિક રીતે નોર્મલ ન હતા. તેમની કહાનીને પ્રોડ્યૂસર નીરજ પાઠક એક્સેલ એન્ટરટેનમેન્ટ સાથે મળીને મોટા પડદા પર લાવી રહ્યા છે. ડાયરેક્ટર નીરજ પાઠકે કહ્યું કે વશિષ્ઠ નારાયણ સિંહવિશે જ્યારે મેં વાંચ્યું તો હું તેમને મળવા ગયો. જ્યારે પહેલીવાર તેમને મળ્યો ત્યારે તેમણે સૌથી પહેલાં મને પૂછ્યું કે કંઇ ખાશો? તે સમયે તે સેન્સમાં નહતા. ત્યારબાદ જ્યારે તેમના ઘરે ગયો, ત્યારે જોયું કે તેમના ઘરમાં નેમ પ્લેટ નથી પરંતુ તેમના ઘરની દિવાલો પર ગણિતના ફોર્મૂલા લખેલા હતા. આ જોઇને ખબર પડી કે આ વશિષ્ઠ નારાયણ સિંહ નું ઘર છે. ત્યારબાદ અમને એવું લાગ્યું કે વશિષ્ઠ નારાયણ સિંહ ની અદભૂત કહાણી દુનિયા સમક્ષ રજૂ કરવી જોઇએ.