ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વહેંચી રહ્યું છે રિફંડ, તમારા પૈસા આવ્યા, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ

  • ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વહેંચી રહ્યું છે રિફંડ, તમારા પૈસા આવ્યા, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ
    ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વહેંચી રહ્યું છે રિફંડ, તમારા પૈસા આવ્યા, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ

નવી દિલ્હી: જે લોકોએ સમય સર પોતાનું રિટર્ન જમા કરાવ્યું હતું, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે તેમને રિફંડ પરત આપી રહી છે. અને આ કામ એકદમ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર સુધી 2.10 કરોડ લોકોને 1,46,272.8 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે. જ્યારે ગત વર્ષે આ દરમિયાન 1.75 કરોડ લોકોને 1,19,164.7 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા. રિફંડ રિટર્ન પ્રોસેસિંગનું કામ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ના સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ કરે છે. આ વર્ષે 4.70 કરોડ રિટર્ન પ્રોસેસર કરવામાં આવ્યા જે ગત વખતના મુકાબલામાં 20 ટકા વધુ છે. રિફંડ આપવાનું કામ આ વર્ષે એટલી ઝડપથી કરવામાં આવ્યું છે કે 68 ટકા રિફંડ 30 દિવસમાં આપવામાં આવ્યા છે. રિફંડના પૈસા ટેક્સપેયરના બેન્ક ખાતામાં ટ્રાંસફર કરવામાં આવી રહ્યા છે. હાલમાં 20.76 લાખ રિફંડ પેન્ડીંગ છે. આ રિફંડને આપવા માટે ઇનકમ ટેક્સ વિભાગ ટેક્સપેયરને મેલ અને મેસેજ કરી રહ્યા છે જ્થી તે ઇનકમ ટેક્સ રિટર્નને ફરી એકવાર વેરીફાઇ કરી લે.