પાકિસ્તાન માટે મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા હવે નહીં કરે નાણાકીય મદદ

  • પાકિસ્તાન માટે મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા હવે નહીં કરે નાણાકીય મદદ
    પાકિસ્તાન માટે મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા હવે નહીં કરે નાણાકીય મદદ

નવી દિલ્હી: આર્થિક મોરચે કથળી રહેલા પાકિસ્તાન ને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયા એ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય નાણાકીય મદદ નો સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવનારી નાણાકીય મદદનો ઉપયોગ ગરીબ મહિલાઓ અને છોકરીઓ માટે જનકલ્યાણકારી યોજનાઓ અર્થે કરાતો હતો. ઓસ્ટ્રેલિયાના વિદેશ વિભાગ અને વાણિજ્ય વિભાગ તરફથી આ અંગે સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી 1.9 કરોડ ઓસ્ટ્રેલિયાન ડોલરની મદદ રોકવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે આ પાછળના હેતુનો રિપોર્ટ બહાર પાડતા કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવનારી નાણાકીય મદદ હવે બંધ કરવામાં આવી રહી છે. મદદ માટે અપાતી રકમનો ઉપયોગ હવે પ્રશાંત મહાસાગરની નવી પ્રતિબદ્ધતાઓ માટે કરવામાં આવશે.