PAKનું ભયંકર આતંકી ષડયંત્ર, ISI ખાલિસ્તાન સમર્થક ગ્રુપને આપી રહ્યું છે ઓનલાઈન ટ્રેનિંગ

  • PAKનું ભયંકર આતંકી ષડયંત્ર, ISI ખાલિસ્તાન સમર્થક ગ્રુપને આપી રહ્યું છે ઓનલાઈન ટ્રેનિંગ
    PAKનું ભયંકર આતંકી ષડયંત્ર, ISI ખાલિસ્તાન સમર્થક ગ્રુપને આપી રહ્યું છે ઓનલાઈન ટ્રેનિંગ

નવી દિલ્હી: ગુપ્તચર સૂત્રોના હવાલે માહિતી મળી છે કે પાકિસ્તાનભારતમાં મોટા આતંકી હુમલા ને અંજામ આપવા પંજાબમાં ખાલિસ્તાન સમર્થક આતંકીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યું છે. ગુપ્તચર અહેવાલ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) પ્લાન K2 (કાશ્મીર-ખાલિસ્તાન નેક્સસ) હેઠળ ભારતમાં આતંકી હુમલાઓની યોજનાઓ બનાવીને તેને અંજામ આપવાની ફીરાકમાં છે. આ અહેવાલથી એવા પણ સંકેત મળ્યા છે કે પંજાબમાં ખાલિસ્તાન સમર્થિત તત્વો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તેઓ પાકિસ્તાન આધારિત આતંકી જૂથ પાસેથી ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યાં છે. જેમાં વિસ્ફોટક બનાવવાની યોજના અને આતંકી હુમલાને અંજામ આપવાની યોજના પણ સામેલ છે.