ICC Ranking: વિરાટ કોહલી સ્મિથને પછાડીને ફરી બન્યો ટેસ્ટમાં નંબર-1, શમીની ટોપ-10માં એન્ટ્રી

  • ICC Ranking: વિરાટ કોહલી સ્મિથને પછાડીને ફરી બન્યો ટેસ્ટમાં નંબર-1, શમીની ટોપ-10માં એન્ટ્રી
    ICC Ranking: વિરાટ કોહલી સ્મિથને પછાડીને ફરી બન્યો ટેસ્ટમાં નંબર-1, શમીની ટોપ-10માં એન્ટ્રી

દુબઇ: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એ સ્ટીવન સ્મિથને પછાડીને એકવાર ફરીથી ટેસ્ટ રેન્કિંગ માં નંબર વન બેટ્સમેનનો તાજ મેળવી લીધો છે. આઈસીસીએ બુધવારે ટેસ્ટના નવા રેન્કિંગ બહાર પાડ્યા. વિરાટ કોહલી બેટ્સમેનની સૂચિમાં ફરીથી પહેલા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ ને પછાડીને પહેલું સ્થાન મેળવ્યું છે. સ્મિથ હવે બીજા નંબરે સરકી ગયો છે. બોલરોમાં મોહમ્મદ શમીની ટોપ-10 બોલર્સમાં એન્ટ્રી થઈ ગઈ છે. આઈસીસી રેન્કિંગમાં આ બદલાવના બે મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતા ડે નાઈટ મેચમાં 136 રનની શાનદાર ઈનિંગ રમી. બીજું એ કે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નહીં. તાજા રેન્કિંગમાં કોહલીના 928 અંક થઈ ગયા છે. સ્ટીવ સ્મિથ હવે કોહલથી પાંચ અંક પાછળ છે.