સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!

  • સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!
    સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!

મુંબઇ: અર્જૂન કપૂર, કૃતિ સેનન, અને સંજય દત્ત ની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પાણીપત રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ચાહકોને આ ફિલ્મની ખુબ આતુરતા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ કપિલ શર્માના શોમાં પણ જોવા મળશે. આ શોમાં આ વખતે જબરદસ્ત મનોરંજન જોવા મળશે. કપિલે પૂછ્યું કે તમને પાણીપતના યુદ્ધ અંગે ખબર હતી, તો સંજય દત્તે જવાબ આપ્યો કે હિસ્ટ્રી વાચી છે પરંતુ નંબર બહુ ઓછા આવતા હતાં. કપિલે પૂછ્યું કે કયા વિષયમાં તો સંજયે કહ્યું કે બધામાં. પછી કપિલે પૂછ્યું કે તમે સુનીલ દત્ત સાહેબના સિગ્નેચર માર્કશીટમાં કર્યા છે તો જ સંજયે જવાબ આપ્યો કે ઘણીવાર કર્યા છે. મે મમ્મી અને ટીચરના પણ સાઈન કર્યા છે. આ સાંભળીને બધા હસી પડે છે.