રિલીઝ થયો રણવીર સિંહની આગામી ફિલ્મનો First Look, જાણો કોણ છે 'જયેશભાઇ જોરદાર'

  • રિલીઝ થયો રણવીર સિંહની આગામી ફિલ્મનો First Look, જાણો કોણ છે 'જયેશભાઇ જોરદાર'
    રિલીઝ થયો રણવીર સિંહની આગામી ફિલ્મનો First Look, જાણો કોણ છે 'જયેશભાઇ જોરદાર'

નવી દિલ્હી: પોતાની અલગ અંદાજ માટે જાણિતી બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ , ગત વર્ષે સંજય લીલાની 'પદ્માવત', રોહિત શેટ્ટીની 'સિમ્બા' અને આ વર્ષે જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'થી સતત બોક્સ ઓફિસ પર છવાયેલા રહ્યા છે. તો બીજી તરફ તેમની આગામી ફિલ્મ પણ લોકોને એવા જ એક અલગ પાત્ર સાથે મુલાકાત કરાવશે. જી હાં! હમણાં હમણાં યશરાજ ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર,રિલીઝ કરી દીધો છે. આ ફિલ્મથી રણવીર સિંહ અને યશરાજ ફિલ્મ્સ પહેલીવાર એકસાથે જોવા મળી રહ્ય છે, જેમાં રણવીર સિંહએ આ ફિલ્મને એક ચમત્કારીક સ્ક્રિપ્ટ કહી છે, જોકે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલા લેખક-નિર્દેશક દિવ્યાંગ ઠક્કર દ્વારા લખવામાં આવી છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ એક ગુજરાતી યુવકના પાત્રમાં જોવાની તક મળશે. આ તસવીરમાં પોતાન ચહેરા પર ઘૂંઘટ નાખી મહિલાઓ વચ્ચે રણવીર સિંહ ઉભો છે. તે ખૂબ દુબળો લાગી રહ્યો છે અને એક સર્કાસ્ટિક લુક સાથે કદાચ આ મહિલાઓની રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેને જોઇને ખરેખર લુક પર ખૂબ મહેનત કરવામાં આવી છે. તો બીજી તરફ ફિલ્મના સુપરસ્ટાર પહેલીવાર એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે.