ભાજપના પૂર્વમંત્રીનુ હિજરતી જમીન પચાવવાનું કૌભાંડ

  • ભાજપના પૂર્વમંત્રીનુ હિજરતી જમીન પચાવવાનું કૌભાંડ
    ભાજપના પૂર્વમંત્રીનુ હિજરતી જમીન પચાવવાનું કૌભાંડ
  • ભાજપના પૂર્વમંત્રીનુ હિજરતી જમીન પચાવવાનું કૌભાંડ
    ભાજપના પૂર્વમંત્રીનુ હિજરતી જમીન પચાવવાનું કૌભાંડ

મોરબી તા.3
મોરબી જિલ્લાના હળવદના માનગઢ ગામની હિજરતી જમીન પચાવી પાડવાનુ મહા કૌંભાડ પ્રકાશમાં આવ્યું હતું. આ બાબતે રેવન્યુ ડિપાર્ટમેન્ટની આંટીઘુટીનો મોટો ખુલાસો થવા પામ્યો હતો. તત્કાલિન રાજય કડવાના પંચાયત મંત્રી જયંતિ કવાડીયા દ્વારા સમગ્ર કૌંભાડ આચર્યુ હોવાનુ ખેડૂતોએ આક્ષેપ સાથે ખેડૂતોએ ઉપવાસ શરૂ કરતા હળવદ-ધ્રાંગધ્રા પંથકમાં સનસનાટી મચી જવા પમી છે.
મોરબી જિલ્લાના હળવદના માનગઢ ગામની આશરે 375 વીઘા હિજરતી જમીન જે તે સમયે ગામમાં રહેતા લોકોને આપી હતી અને 1947 થી ઉપરોક્ત વિષય દ્વારા જે જમીન ગ્રામજનોને આપવામાં આવી તેના પર જે તે વ્યક્તિ અને તેના કુટુંબ ખેતી કરી રહ્યું છે. ખેતી કરી રહેલા ખેડૂતોના નામ પાણીપત્રકમાં 1973 થી દર્શાવી રહ્યા છે પરંતુ અચાનક વર્ષ 1994 95 બાદ એકાએક ઉપરોક્ત જમીન ના પાણી પત્રક માંથી ખેતી ખેડી રહેલા ખેડૂતોના નામ ગાયબ થઇ ગયા તે બાબતની જાણ તેમને તાજેતરમાં જ થવા પામી કે જ્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું. ઉપરોક્ત બાબતે ખેડૂતોએ
જયંતિ કવાડિયા જ્યારે ગ્રામ પંચાયતના મંત્રી હતા ત્યારે રજુઆત કરી હતી તે સમયે મંત્રી જયંતિ કવાડિયાએ ઉપરોક્ત જમીન હીજરતી જમીન હોવાથી તેમના નામે ન થઈ શકે તેવું જણાવ્યું હતું. વર્ષ 2013માં મજનું ના કહેવાથી માનગઢના સુલેમાન મોહમ્મદ ઈસા દ્વારા કથિત કૌભાંડની જમીન પાછળ લાગેલ હિજરત શબ્દ હટાવવા અરજી કરવામાં આવી હતી જેને મંજૂરી મળ્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પાયો નખાયો હતો. અને ખોટા દસ્તાવેજો, ખોટા પેઢીનામા બનાવી સમગ્ર કૌભાંડ આચરી હિજરતી ખેડૂતોની જમીન પોતાના નામે ચડાવી દેવામાં આવી. આજે આ સમગ્ર જમીન જયંતિ કવાડિયા ના પુત્ર અમૃત, રજની સંઘાણી (હળવદ તાલુકા ભાજપ પ્રમુખ) , ઘનશ્યામ ગોહીલ (મહામંત્રી મોરબી જીલ્લા ભાજપ) ના પત્ની હિના રજનીભાઈ સંઘાણી, પુત્ર પ્રયાગ રજનીભાઈ સંઘાણી, ભાઈ અરવિંદ શંકરભાઈ સંઘાણીના નામે તેમજ અમદાવાદના સોલંકી ના નામે હાલ આ જમીન નોંધાયેલ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે અમદાવાદના સોલંકીઓ એટલે કે હળવદ મામલતદાર વી.એસ. સોલંકી ના કુટુંબીજનો એટલે કે આ સમગ્ર કૌભાંડમાં મામલતદાર પણ સાથે મળેલ હોવાની પૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે.
હાલ મોરબી જીલ્લાનું રેવન્યુ ડીપાર્ટમેન્ટ નું સૌથી મોટું જમીનનું મહા કૌભાંડ બહાર આવતાં ભાજપના મોવડીઓ સમક્ષ આ કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓ પોતાને આબાદ બચાવવા માટે કાલાવેલા કરી રહ્યા છે.