જામનગરમાં વિશ્ર્વ દિવ્યાંગ દિનની ઉજવણી

  • જામનગરમાં વિશ્ર્વ દિવ્યાંગ દિનની ઉજવણી
    જામનગરમાં વિશ્ર્વ દિવ્યાંગ દિનની ઉજવણી

જામનગર તા. 03
આજરોજ જામનગર ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આણંદાબાવા સેવા સંસ્થાના પરિસરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત દિવ્યાંગો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ, માં અમૃતમ કાર્ડ કેમ્પ, યુ.ડી.આઇ.ડી કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી, યુ.ડી.આઇ.ડી કાર્ડ વિતરણ, દિવ્યાંગોનું સન્માન તથા સાધન સહાય વિતરણનાં કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમનો શુભારંભ રામ મૂકબધિર શાળા, અંધજન તાલીમ મંડળ જામનગર અને આસ્થા કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કર્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકીએ દિવ્યાંગ બાળકોની અનન્ય પ્રતિભાઓને પ્રભુના ખાસ સિતારાઓ કહી નવાજ્યા હતા.
આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન એ પણ કહ્યુ હતું કે, દિવ્યાંગ બાળકો એ અશક્ત નહીં પરંતુ સામાન્યજન કરતાં પણ વધુ સશક્ત છે તેમને માત્ર યોગ્ય માર્ગદર્શનની જ આવશ્યકતા છે. જેથી સમાજના સામાન્યજનો એ કે દિવ્યાંગો એ પણ કયારેય પોતાને અશક્ત માનવા નહીં. સાથેજ ઉમેર્યુ હતું કે, સરકારશ્રી અને સમાજ સુરક્ષા વિભાગ દિવ્યાંગોને માર્ગદર્શન આપવા અને તેમની પ્રતિભા ખીલવવામાં સતત સહકાર આપશે. અહીં દિવ્યાંગોને ટ્રાયસિકલ, એમ.આર.કીટ, હાર્મોનિયમ જેવા સાધન સહાયનું વિતરણ કરાયું હતુ.
આ ઉજવણીમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, આણદાબાવા સેવા સંસ્થાનના ટ્રસ્ટી જયંતીભાઇ અડાલજા, ઉદયભાઇ ત્રિવેદી, કિશોરભાઇ સંઘાણી, અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ્રમુખ પ્રકાશભાઇ મંકોડી, પ્રખ્યાત ફિઝીયોથેરાપીસ્ટ ભાવીનભાઇ શાહ, આઇ.ટી.આઇ. ઇન્સ્ટ્રક્ટર હરેશભાઇ હિંડોચા, રેલ્વે ઓફિસર રાકેશભાઇ જોષી તથા બહોળી સંખ્યામાં દિવ્યાંગ બાળકો તેમના માતા-પિતા અને દિવ્યાંગ સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.