કરોડોના ચિટીંગમાં પોરબંદરના શખ્સને ઉઠાવી લેતી જૂનાગઢ CID

  • કરોડોના ચિટીંગમાં પોરબંદરના શખ્સને ઉઠાવી લેતી જૂનાગઢ CID
    કરોડોના ચિટીંગમાં પોરબંદરના શખ્સને ઉઠાવી લેતી જૂનાગઢ CID
  • કરોડોના ચિટીંગમાં પોરબંદરના શખ્સને ઉઠાવી લેતી જૂનાગઢ CID
    કરોડોના ચિટીંગમાં પોરબંદરના શખ્સને ઉઠાવી લેતી જૂનાગઢ CID

જૂનાગઢ:તા.3
સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમન વખત ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એકટ-2003ની કલમ3તથા ઘી પ્રાઈઝ સીટમએન્ડમની સેર્કયુલેશન સ્કીમ (બેનીંગ)એકટ1978ની કલમ 4,5,6મુજબનો ગુનો રાજકોટ સીઆઈડીક્રાઈમ ઝોનમાં નોધાયા બાદજૂનાગઢની સીઆઈડી એકમનો રાજસ્થાની બીએસ. ડી.બી મ્યુચ્યુલ બેનીફીટટ્રસ્ટ અને બંગાળની વિશ્ર્વામિત્ર ઈન્ડીયા પરિવારે કરેલ ફોડ અંગેની તપાસ સોપાતા જૂનાગઢની સીઆઈડીટીમે પોરબંદરના એક શખ્સને દબોચી લઈ 14દીવસના રીમાન્ડ મેળવી પુછપરછ જારી કરી છે અને આ તપાસના અંતે કરોડો રૂપિયાનું ચીંટીગ બહારઆવશે તેમ મનાય રહુ છે.
જૂનાગઢ સીઆઈડી ક્રાઈમ તપાસ એકમના જૂનાગઢના પોલીસ ઈન્સેપેકટર યુકે મકવાના જણાવ્યા પ્રમાણે સીઆઈડીક્રાઈમ રાજકોટ ઝોનના ગુના રજીનં.1/19 તથા 16/19 મુજબ સૌરાષ્ટ્રમા કદાચન પ્રથમ વખત ગુજરાત પ્રોટેકેશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝટર્સ એકટ 2003ની કલમ 3 તથા ઘી પ્રાઈઝ સીટસ એન્ડ મની સર્કયુલેશન સેકટન બેનીંગ એકટ1978ની કલમ 4,5,6 મુજબ ગુનો નોંધાયો છે આકેસની ંમહત્વતાએ છે કે તે રાજકોટ ખાતેની સીઆઈડીની એક ખાસ કોર્ટમાં કેસ ચાલે છેઅને ફરીયાદદતથા અન્ય લોકો સાથે થયેલફોડની રકમ પરત પણ મળી શકે છે.
જૂનાગઢના સીઆઈડી ડીટેકટીવપીઆઈ યુકે મકવાના જણાવ્યા પ્રમાણે પોરબંદરના ફરીયાદી કપીલભાઈ પ્રવિણચંદ્ર મહેતાએ મુખ્યમંત્રીઓનલાઈનમાંએક ફરીયાદકરી હતી જે ફરીયાદની તપાસસીઆઈડીને સોપવામાં આવતાસીઆઈડીના ગાંધીનગર સ્થીત ડીઆઈજીએ આરોપીઓ સામે 406,409,420,34ની સાથે અન્ય સંસોધન કરી મહત્વની કલમો સાથે રાજસ્થાન અજમેરની બીએસડીબી મ્યુચ્યુલબેની ફીટટ્રસ્ટનામની કંપની ના ચેરમેન રામઅવતારદેવકરણ સીંદેરીયા,ડીરેકટરો નીતીન અશોકકુમાર શર્મા દેવકરણછોગારામ તથા પોરબંદરના બ્રાન્ચ મેનેજર અનીલભાઈ પતાલી સામે કંપની જુદા-જુદા સ્કીમો હેઠળ વધુ નાણાકીય લાભના પ્રભોભવ આપી ડેઈલી મંથલી ફીરસ ડીપોઝીટમાં વધુ નાણાકીય લાભના પુલોમાં આપી ફરીયાદી તથા સાહેબોના રૂ.15,82000 પાકતી મુદતે આપવામાં પહેલાઓફીસો બંધ કરી નાણા આળલી જવા અંગે ગુવો નોધાયો હતો
આજ જરીતે પોરબંદરના વૈશાલીબેન વૃજલાલશીંગાળાએ પશ્ર્વિમ બંગાળના કલકતાનાવિશ્ર્વામિત્રો ઈન્ડીયા એજયુકેશન ટ્રસ્ટ તથા વિશ્ર્વામિત્ર પ્રોડયુશર કામનાી કંપની ચેરમેન મનોજકુમાર ચાંદ લક્ષ્મીચાંદ હરજીવીસીંગ માઘોસીંગ બંદનાચાંદ વિજયપ્રતાપ શાકી મનીષકુમાર ચાંદ લક્ષ્મીચાંદ અંગતકુમાર હરીલાલ મડેસીયા પોરબંદરના બ્રાંચ મેનેજર અનીલભાઈ પતાલી પ્રિતેશભાઈ કોટીયા સામે રૂ.14,79,200 ની રકમ ઓળવી જવાની ગુનો નોધાયો હતો.
આ બન્નેની તપાસ જુનાગઢના સીઆઇડી એકમના પીઆઇ યુ.કે. મકવાને સોંપાતા તેમણે બન્ને ગુનાના એક આરોપી એવા મેનેજર અનીલભાઇ પતાણીને દબોચી લઇ તપાસના કામ અર્થે 14 દિવસના રીમાન્ડ મેળવ્યા છે અને તપાસ દરમિયાન પકડાયેલ આરોપી મનેજર અનીલ પતાણીના જણાવ્યા મુજબ વિશ્ર્વામિત્ર કંપનીમાં માત્ર પોરબંદરમાં 60 થી 70 એજન્ટો કામ કરી રહ્યા હતા અને 400 થી 500 જેટલા ગ્રાહકોના ડેઇલી, મંથલી અને ફીક્સ ડીપોઝીટ સહિતના લાખો રૂપિયા મુકવામાં આવ્યા હતા જ્યારે બી.એસ.ડી.બી. મ્યુચ્યુલ બેનીફીટ ટ્રસ્ટમાં તેમણે દોઢ થી બે વર્ષ મેનેજર તરીકે કામ કર્યું હતું અને તેમાં માત્ર પોરબંદરના ગ્રાહકોના જ રૂા.70 થી 80 લાખ મુક્ાયા હતાં.
આ અંગે આ કામના પોલીસ ઇન્સ. યુ.કે. મકવાના જણાવ્યા પ્રમાણે જેની સાથે ઠગાઇ થઇ છે તેવા વધુ લોકો અમારી સુધી પહોંચ્યા નથી, પરંતુ આ બન્ને ટ્રસ્ટ અને કંપનીઓની ભારતભરમાં અનેક બ્રાન્ચો હતી અને લાખો ગ્રાહકોએ રુપિયા રોક્યા છે ત્યારે કદાચ કરોડો રુપિયાનો ફ્રોડ સામે આવશે, આ માટે ઝીણવટભરી તપાસ ચાલું છે અને ટ્રસ્ટ તથા કંપનીના ચેરમેન અને ડીરેકટરો સુધી પહોંચવાની તજવીજ ચાલું છે, આ કામગીરીમાં સીઆઇડી ક્રાઇમ જુનાગઢના એકમના પો.હેડ. કોન્સ. પી.એસ. દેવમુરારી, બી.એન. સીસોદીયા, ઝેડ.જી. બ્લોચ તથા હા.પો.કોન્સ. એન.જે. જોષી તપાસમાં જોડાયા છે.
દરમિયાન જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં કોઇ વ્યકિત આવા ફ્રોડનો ભોગ બનેલ હોય તો તેમણે જુનાગઢ સીઆઇડી ક્રાઇમ તપાસ એકમના ડીટેક્ટીવ પીઆઇ યુ.કે. મકવાના મો.નં. 90999 39100 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
------------------------------