વાયણુ વાળવા જતા પરિવારનું છોટાહાથી પલ્ટી ગયું: 17 ઘવાયા

  • વાયણુ વાળવા જતા પરિવારનું છોટાહાથી પલ્ટી ગયું: 17 ઘવાયા
    વાયણુ વાળવા જતા પરિવારનું છોટાહાથી પલ્ટી ગયું: 17 ઘવાયા

જામનગર તા.3
જામનગર નજીક ખંભાળીયા ધોરી માર્ગ નાઘેડી ગામના પાટીયા પાસે આજે સવારે એક લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવાર કૌટુંબીક જનોનું છોટા હાથી વાહન પલ્ટી જતા અકસ્માત થયો હતો. આ બનાવમાં દોઢ ડઝનથી વધુ લોકોેને ઈજા થવાથી સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાયા હતા જેમાંથી ત્રણ મહિલાઓને વધુ ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના પ્રાગજીભાઈ ધારવીયાની પુત્રી ગીતાબેનના ગઈકાલે લગ્ન લેવાયા હતા. અને તાલુકાના ખામટા ગામેથી આવેલી જાનને ગત સાંજે વળાવી હતી.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના પ્રાગજીભાઈ ધારવીયાની પુત્રી ગીતાબેનના ગઈકાલે લગ્ન લેવાયા હતા. જાનને ગત સાંજે વળાવી હતી.
આ પછી જ્ઞાતિના રિવાજ મુજબ આજે ધારવીયા પરિવાર દિકરીને વાયણુ વાળવા માટે આજે બે ડઝનથી વધુ લોકો છોટા હાથી વાહનમાં જામનગરથી આમરા ગામે જવા રવાના થયા હતા.
પરંતુ જામનગરની ભાગોળે કહેવાય તેવા એરપોર્ટ રોડ ઉપરના નાઘેડી ગામ નજીક અકસ્માતે આ છોટાહાથી વાહન પલ્ટી ખાઈ ગયું હતું.
આથી તેમાં બેસેલા મહિલાઓ, બાળકો સહિતના 17થી 18 લોેકોને ઈજા પહોંચી હતી. તાબડતોબ આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સ સ્ટાફે તમામ ઘાયલોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા. જયાં તમામની તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોમાં મહતમ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. જો કે અમુકને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી હતી. તો અમુક બાળકો મહિલાઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ચારેક દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે.