રાજકોટની સરકારી હોસ્પિટલમા ડેન્ગ્યુથી ધો.10ની છાત્રાનું મોત

  • રાજકોટની સરકારી હોસ્પિટલમા ડેન્ગ્યુથી ધો.10ની છાત્રાનું મોત
    રાજકોટની સરકારી હોસ્પિટલમા ડેન્ગ્યુથી ધો.10ની છાત્રાનું મોત

રાજકોટ તા.3
રાજકોટમાં પૈસા કમાવવા અનેક મોટી હોસ્પિટલો કારખાના માફક ચાલુ થઇ ગઈ છે ત્યારે સામાન્ય પરિવાર માટે તો સરકારી હોસ્પિટલ જ એકમાત્ર સહારો રહેતો હોય છે ત્યારે પદ્મકુંવરબા હોસ્પિટલમાં તાવની બીમારીની સારવાર માટે પિતા સાથે ચાલીને ગયેલી ધોરણ 10ની છાત્રાને બે ઇન્જેક્શન આપ્યા બાદ તેણીની તબિયત લથડતા મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી બાદમાં તેણીનું ડેન્ગ્યુથી મોત થયું હોવાનું જણાવી હોસ્પિટલના સત્તાધીશોએ લૂલો બચાવ કર્યો હતો પરંતુ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે મોચી પરિવારમાં શોક વ્યાપી ગયો છે
શહેરના ઘંટેશ્વર ગામમાં મહાદેવ પાર્કમાં રહેતા અને મોચીકામ કરતા મનીષભાઈ સરવૈયા નામના મોચી યુવકે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે દીકરો સૌથી નાનો છે મોટી દીકરી ક્રિષ્ના બાઈસાબા સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે તેણીને ચારેક દિવસથી તાવ આવતો હોવાથી તેઓ પદ્મકુંવરબા હોસ્પિટલમાં દવા લેવા માટે જતા હતા અગાઉ રિપોર્ટ કરાવ્યો તે નોર્મલ આવ્યો હતો બાદમાં ગઈકાલે બપોરે ફરીથી બાઇકમાં દીકરીને બેસાડીને દવાખાને આવ્યા હતા દીકરી ચાલીને અંદર ગઈ હતી દોઢેક વાગ્યે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી હતી અને તબીબોએ સારવાર શરુ કરી હતી દરમિયાન તેણીને ઉપરાઉપરી બે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા જેથી તેણીની તબિયત ધીમે ધીમે લથડવા લાગી હતી અને બેભાન થઇ ગઈ હતી સાંજે સવા પાંચેક વાગ્યે તબીબોએ તમારી દીકરી ગુજરી ગઈ છે તેવું જણાવતા પિતા ભાંગી પડ્યા હતા બાદમાં છ વાગ્યે તમારી દીકરીને ડેન્ગ્યુ હોવાથી તેણીનું મોત નીપજ્યું હોવાનું બહાનું ધરી પોતાની ભૂલનો ઢાંકપિછોડો કરવા પ્રયત્નો કર્યા હતા પરંતુ મનીષભાઈએ તબીબોની બેદરકારીથી દીકરીનું મોત થયું હોવાનો આક્ષેપ કરી કંટ્રોલમાં જાણ કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતનો સ્ટાફ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને અકસ્માતે મોત અંગે ગુનો નોંધ્યો હતો અને દીકરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેણીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે તેનો રિપોર્ટ આવ્યા બાદ મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે મોટી દીકરીના મોતથી મોચી પરિવારમાં શોક વ્યાપી ગયો છે