રાજકોટ યાર્ડમા મજુરીના પ્રશ્ર્ને મજૂરોની વીજળીક હડતાલ: સમાધાન

  • રાજકોટ યાર્ડમા મજુરીના પ્રશ્ર્ને મજૂરોની વીજળીક હડતાલ: સમાધાન
    રાજકોટ યાર્ડમા મજુરીના પ્રશ્ર્ને મજૂરોની વીજળીક હડતાલ: સમાધાન

રાજકોટ, તા.3
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મજુરોએ હડતાલ પાડી દીધી હતી. મગફળીની ગુણીદીઠ એક રૂપિયો ભાવ નહી વધારતા મજુરો કામથી અળગા રહ્યા હતા અને યાર્ડના પટાંગણમાં બેસી ગયા હતા યાર્ડમાં હાલ એક લાખથી વધુ મગફળીની ગુણીઓની આવક થયેલી છે પરંતુ મજુરો હડમતાલ ઉપર બેસી જતા હાલ હરાજી મોકુફ રાખવામાં આવી છે દરમિયાન યાર્ડ પ્રમુખએ મજૂરોને 10 ટકા ભાવ વધારો આપતા હડતાળ સમેટી લેવામાં આવી છે. બેડી યાર્ડમાં હાલ એક લાખથી વધુ મગફળીની ગુણીઓની આવક થઇ છે અને યાર્ડ મગફળીની ઉભરાયુ છે ત્યારે તેની ત્વરીત હરાજી કરવી પણ યોગ્ય છે પરંતુ આજે સવારે મજુરોએ ગુણદીઠ ભાવ વધારો નહી મળતા હડતાલ પાડી દેતા હરાજી રોકવામાં આવી છે અને જયા સુધી ગુણીદીઠ ભાવ વધારો નહી મળે ત્યાં સુધી કામગીરી કરવામાં નહી આવે યાર્ડમાં હાલ મજુરોને ગુણીદીઠ પાંચ રૂપિયા ભાવ આપવામાં આવે છે પરંતુ મજુરો દ્વારા ગુણીદીઠ એક રૂપિયો વધારી છ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે યાર્ડમાં દર ત્રણ વર્ષે મજુરોની મજુરીમાં ભાવ વધારો કરવામાં આવે છે અગાઉ 25 પૈસા ભાવ વધારો કરવામાં આવ્યો હતો જેને ત્રણ વર્ષનો સમય વીતી ગયો છે. આગામી દિવસોમાં આ અંગે યોગ્ય કરવામાં આવશે. હાલ સૌરાષ્ટ્રના તમામ યાર્ડ કરતા રાજકોટ માર્કેટ યાર્ડમાં મજુરોને સૌથી વધુ મજુરી ચુકવવામાં આવી છે. યાર્ડમાં દરેક જણસના અલગ- અલગ ભાવ આપવામાં આવે છે.
મગફળી દીઠ એક રૂપિયાનો ભાવ વધારો નહી આવતા આશરે 700 થી 800 મજુરો યાર્ડના ચેરમેનની ઓફીસ સામે એકઠા થઇ કામગીરી અને હરાજી અટકાવવામાં આવી છે. ત્યારે હાલ વરસાદની પણ આગાહી આપવામાં આવી છે અને ગત મહીનામાં બે - ત્રણ વાર માવઠુ પણ પડી ગયું છે ત્યારે ભાવ વધારો નહી આપવામાં આવે મજુરોની માંગ સંતોષાશે નહી તો મગફળી ઉપર સંકટના વાદળો મંડળાઇ રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.