રાજુલાના ધારાસભ્ય દ્વારા પ્રજાકીય કામો કરાતાં હર્ષ

  • રાજુલાના ધારાસભ્ય દ્વારા પ્રજાકીય કામો કરાતાં હર્ષ
    રાજુલાના ધારાસભ્ય દ્વારા પ્રજાકીય કામો કરાતાં હર્ષ

રાજુલા તા.3
રાજુલા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અંબરીષભાઈ ડેર દ્વારા ઘણા વર્ષોથી ચોમાસા દરમ્યાન સંપર્ક વિહોણા થઇ જતા અને અનેક મુશ્કેલીનો સામનો કરતા સાજણાવાવ ગામના ગ્રામજનોની રજૂઆત સાંભળી પુરતું ધ્યાન આપી ડુંગર-સાજણાવાવ-રાભડા રોડ પર સાજણાવાવ ગામ પાસે જુના કોઝ-વે ની જગ્યાએ બોક્સ કલવર્ટ માટે રૂ. 50 લાખ મંજુર કરાવી ગામનો ચોમાસા દરમિયાન અવર-જવર માટેના પ્રશ્નનો કાયમી હલ લાવી દીધો છે, તેમજ રાજુલા-દેવકા-ડુંગર રાજ્ય ધોરી માર્ગ જયારે ચોમાસા દરમિયાન બંધ થાય ત્યારે તેના વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ થતા રાજુલા-વડલી-ડુંગર રોડ પર મોટા રીંગણીયાળા ગામ પાસે આવેલા સુકવા નદી પરના જુના કોઝ-વે ની જગ્યાએ સ્લેબ ડ્રેન માટે રૂ. 50 લાખ મંજુર કરાવી આ રસ્તાનો ચોમાસા દરમિયાન બંધ થઇ જવાનો કાયમી પ્રશ્ન દુર કર્યો છે. દેવકા ગામને જોડતા દેવકા એપ્રોચ રોડમાં નવા ડામર કામ અને સી.સી રોડ (100 મીટર) ના કામ માટે રૂ. 30 લાખ અને વાવેરા-ખારી-નવાગામ રોડ ઉપર ખારી ગામ પાસેના જુના કોઝ-વે ની જગ્યાએ નવા સ્લેબ ડ્રેન ના કામ માટે રૂ 20 લાખ સરકારશ્રીમા અંબરીષભાઈ ડેર દ્વારા મંજુર કરાવાતા સમગ્ર ગ્રામ્ય પંથકના ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગયેલ છે.