ભાવનગરમાં વિશ્ર્વ વિકલાંગ દિવસ નિમિત્તે યોજાયા કાર્યક્રમો

  • ભાવનગરમાં વિશ્ર્વ વિકલાંગ દિવસ નિમિત્તે યોજાયા કાર્યક્રમો
    ભાવનગરમાં વિશ્ર્વ વિકલાંગ દિવસ નિમિત્તે યોજાયા કાર્યક્રમો

ભાવનગર,તા.3
પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને વિકસાવવા તથા આમસમાજના લોકો પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓની વિશિષ્ટ આવડતથી પરિચિત બને તેવા હેતુસર ત્રિદિવસીય અનોખુ ઉડાન અમારું વિશિષ્ટ પ્રદર્શનનું ભાવનગર એલઆઇસીના સીનીયર ડીવીઝનલ મેનેજર શ્રી કેપ્ટન અરુણકાંત મિશ્રાના વહદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મુકાયું હતું.
આ વિશિષ્ટ પ્રદર્શનમાં તા.3 થી 5 ડિસે. દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ઉભા કરાયેલા 12 જેટલા ઝોનથી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતા સ્પે. એજ્યુકેશનની વિવિધ પદ્ધતિઓ સંગીતની તાલીમ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, કોમ્પ્યુટરનો ઉપયોગ, વિશિષ્ટ આધુનિક ઉપકરણોને ઉપયોગ ઇલેકટ્રીક મોટર રિવાઇન્ડીંગ, પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીઓ માટેની હોમ સાયન્સની વિવિધ વાનગીઓની તૈયાર કરવાની તાલીમ વિવિધ ગૃહ ઉદ્યોગોની બનાવટ અને રમત-ગમત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ પ્રદર્શિત થઇ રહી છે.