વોટ્સઅપમાં અભદ્ર વાણી વિલાસ સાથે નિશા ગોંડલીયાને અપાતી ધમકી

  • વોટ્સઅપમાં અભદ્ર વાણી વિલાસ સાથે નિશા ગોંડલીયાને અપાતી ધમકી
    વોટ્સઅપમાં અભદ્ર વાણી વિલાસ સાથે નિશા ગોંડલીયાને અપાતી ધમકી

જામનગર તા.3
જામનગરમાં જમીન માફીયા અને તેના મળતીયા સામે લહત માટે ઉતરેલી નિશા ગોંડલીયા નામની યુવતીએ આજે સાયબર ક્રાઈમ સેલ સમક્ષ અને જીલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી લેખિત રજુઆત કરી હતી કે પોતાને બદનામ કરતા મેસેજ વાઈરલ કરવામાં આવી રહ્યા છે. આવા તત્વોને શોધી કાઢી તેની સામે કડક પગલા લેવા જોઈએ. આધાર પુરાવા સાથે આ રજુઆત પછી હવે પોલીસ શું પગલા ભરે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
જામનગરમાં જમીન કૌભાંડની જેની સામે અનેક ફરીયાદો થઈ છે તેવા જયેશ પટેલ અને તેના સાગ્રીત એવા યશપાલસિંહ જાડેજા સામે અગાઉ નિશા ગોંડલીયા આશંકા વ્યકત કરતી ફરીયાદ પોલીસ વિભાગને કરી હતી અને પોતાના ઉપર હુમલોે થશે તેવી દહેશત વ્યકત કરી હતી.
આ પછી તાજેતરમાં તેના મોટર કાર ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન આજે સાંજે ફરી વકત નિશા ગોંડલીયા જામનગરના એસપી શરદ સિંઘલ પાસે ફરીયાદ સાથે પહોંચી હતી અને વોટસઅપ મારફત પોતાને બદનામ કરતા મેસેજ વાયરલ થતા હોવાની ફરીયાદ કરી હતી.
ભારતીય નારી શકિતના અપમાન કરતો વાણી વિલાસ આ મેસેજમાં કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે આધાર પુરાવા પોલીસ વડા સમક્ષ તેણીએ રજુ કર્યા હતા અને આવા તત્વો સામે કહક પગલા ભરવા માંગણી કરી હતી. તેમણે ફરીયાદની નકલ સાયબર ક્રાઈમ અમદાવાદને પણ મોકલી છે. તેમાં ઉના નજર રાખીને લોકો બેઠા છે.