કોડીનારના ડોળાસાના ખેડૂતે છ વિઘાનો કપાસ ખેડી નાંખ્યો

  • કોડીનારના ડોળાસાના ખેડૂતે છ વિઘાનો કપાસ ખેડી નાંખ્યો
    કોડીનારના ડોળાસાના ખેડૂતે છ વિઘાનો કપાસ ખેડી નાંખ્યો

ડોળાસા, તા.3
કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં કપાસનો ફાલ આવતા ટાંણે જ ગુલાબી ઇયળ લાગી જવાની ઘટના બાદ પાક નિષ્ફળ ગયાની ઘટના સામાન્ય બની છે. ડોળાસા ગામના વધુ એક ખેડૂતે 6 વિઘાનો કપાસ ખેડી નાંખી અઢી લાખ રુપિયાની નુકસાની વ્હોરી છે.
ડોળાશા ગામના અરજનભાઇ નારણભાઇ રાઠોડ નામના ખેડૂતની જમીન સંત વિરાભગતના મંદિર પાસે આવેલી છે, જે પૈકીની 6 વિઘા જમીનમાં કાપનસું વાવેતર કર્યું હતું, કપાસને જોઇતા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને કપાસ પાંચ પાંચ ફુટ ઉંચા અને મબલખ જીવડા સાથે ફાલ આવ્યો હતો તે પ્રમાણે આ ખેડૂતને એમ લાગ્યું કે તેમનો કપાસમાં 250 મણની આવક થશે.
પણ કમોસમી બે વરસાદ અને વાવાઝોડાના મારથી આ કપાસમાં ગુલાબી ઇયળ આવી જ જતા તમામ ઝીડવા ખરી પડ્યા હતા આખરે આ ખેડૂતે 6 વિઘાનો કપાસ ખેડી નાખી અઢી લાખ રુપિયાની નુકસાની કરી હતી, કપાસમાં ઇયળ લાગી જવાથી પાક નિષ્ફળ જવાની ઘટના રોજીંદી બની છે.