ગોંડલ ટેકાના ભાવે ખરીદાતી મગફળી વજનમાં લોલમલોલથી ખેડૂતો રોષે ભરાયા

  • ગોંડલ ટેકાના ભાવે ખરીદાતી મગફળી વજનમાં લોલમલોલથી ખેડૂતો રોષે ભરાયા
    ગોંડલ ટેકાના ભાવે ખરીદાતી મગફળી વજનમાં લોલમલોલથી ખેડૂતો રોષે ભરાયા

ગોંડલ તા.3
ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવતી હોય જેના વજનમાં ખેડૂતોને 300 થી 500 ગ્રામ વધુ દેવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો.
માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ શ્રીનાથગઢના ખેડૂત ભાવેશભાઈ સાવલીયા એ રોષ સાથે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીદાતી મગફળી પાંચ જેટલા જુદા જુદા કાંટામાં વજન કરવામાં આવે છે દરેક કાંટામાં મગફળી નો વજન જુદો-જુદો બતાવે છે 750 ગ્રામ નું બરદાન છે અને 31 કિલો નેટ મગફળી ભરવાની થાય છે જેના કારણે 300 થી 500 ગ્રામ વધુ મગફળી અમારે આપવાની ફરજ પડે છે અમારી ફરિયાદ ને સરકારી અધિકારીઓ ગાંઠતા પણ નથી.
ગુંદાસરા થી મગફળી વેચવા આવેલ કુલદીપસિંહ જણાવ્યું હતું કે વહેલી સવારના ચાર વાગ્યાના યાર્ડ માં આવી ગયેલા છીએ અધિકારીઓ મોડા મોડા આવે છે અને સેમ્પલ પણ લેતા નથી મગફળીમાં ભેજ છે તેવા ખોટા બહાના બતાવે છે અને બપોર બાદ જો બે હજાર રૂપિયાની ગુલાબી નોટ આપવામાં આવે તો તુરત જ મગફળી ખરીદીના કામ શરૂ થઈ જાય છે અને વજન કાટા માં ફેર આવે છે તે સત્ય હકીકત છે
ઉપરોક્ત ખેડૂતોના ગંભીર આક્ષેપો નો ગોડાઉન મેનેજર જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતાનું નામ પણ બતાવવું જરૂરી જણાવ્યું ન હતું આમ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને માર પડી રહ્યો હોય ખેડૂતોમાં રોષ ફેલાવા પામ્યો છે.