ગીરગઢડાના વડલી ગામની શાળા કામમાં નબળી કામગીરી

  • ગીરગઢડાના વડલી ગામની શાળા કામમાં નબળી કામગીરી
    ગીરગઢડાના વડલી ગામની શાળા કામમાં નબળી કામગીરી

ઉના તા.3
ગીરગઢડાના તાલુકા વડલી ગામે શાળાના નવીનીકરણના બાંધકામ ચાલુ હોય જેમાં બાંધકામ બાદ સ્લેબ ભરાયેલ તેમાં ભુખરા પથ્થરો નાખી હલકી ગુણવતાનું કામ કરાતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. અને આ બાબતનો કોન્ટ્રાકટરોની પોલ ખોલતો વિડીયો પણ વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામેલ છે. અને આ કામ બાબતે તંત્ર દ્વારા તાત્કાલીક તપાસ કરવા માંગ ઉઠી છે.
તાકાના વડલી ગામમાં એક નવી શાળાની દરખાસ્ત સ્થાનિક કચેરીમાંથી ગાંધીનગર કચેરીએ મોકલાય છે. અને ત્યાથી નવા બિલ્ડીંગ બનાવવા માટે પ્લાનએ સ્ટીમેન્ટ અને એ જન્સીઓ ઉપલા લેવલે નકકી થતી હોય છે. અને ત્યાર બાદ જિલ્લા કક્ષાની કચેરીની સિધ્ધી દેખરેખ હેઠળ બાંધકામો ફિકસ કરેલીએ જન્સીઓ ગ્રામ્ય વિસ્તારમાં નવી બનાવવાની કામગીરી ચાલુ કરે છે. પરંતુ શાળામાં હલકી ગુણવતાના બાંધકામો કોન્ટ્રાકટર દ્વારા કરાતા હોય તાલુકાની વડલી ગામે બની રહેલી શાળામાં સ્લેબમાં પથ્થર અનેક જગ્યામાં મુકી સ્લેબ ભરાયેલ છે. આ સ્લેબ ભવિષ્યમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પર જીવનુ જોખમ ઉભી કરે તેવું નબળુ કામ હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આ બાબતે જિલ્લા કક્ષાની તપાસનીશ કમીટી દ્વારા અને તાલુકા કક્ષાએ બેઠેલા બીઆરસી ભવનના અધિકારીએ તાત્કાલીક અસરથી નબળા કામને અટકાવવા આગળ આવે તેવી ગામ લોકોની માંગણી ઉઠી રહી છે...