પોરબંદર જીલ્લામાં 8 કરોડથી વધુની કીંમતી જમીન ઉપરનું દબાણ દુર

  • પોરબંદર જીલ્લામાં 8 કરોડથી વધુની કીંમતી જમીન ઉપરનું દબાણ દુર
    પોરબંદર જીલ્લામાં 8 કરોડથી વધુની કીંમતી જમીન ઉપરનું દબાણ દુર

પોરબંદર તા.3
પોરબંદર જીલ્લામાં 8 કરોડથી વધુની કીંમતી જમીન ઉપરનું દબાણ દુર કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં જિલ્લા તંત્રએ જાહેર હિતમાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. દબાણકારોએ સરકારી જમીન કે ગૌચરની જમીન પર કરેલા દબાણો સ્વૈચ્છીક રીતે દુર કરવા કલેકટર ડી.એન. મોદીએ તાકીદ કરી છે. જો સ્વૈચ્છાએ દબાણ દુર નહીં થાય તો જાહેર હિતમાં તંત્ર દ્વારા દબાણો દુર કરાશે. દબાણો-પેશકદમીને લીધે ટ્રાફિકના પ્રશ્ર્નો થાય છે. સરકારી જગ્યાઓ ઉપરના અતિક્રમણને લીધે જાહેરહિતમાં વિકાસના કામોમાં પણ વિલંબ થતો હોય છે. શહેરી રોડ હાઇવે અનેરોડના બન્ને કાંઠે થતા નાના મોટા દબાણોને લીધે સામાન્ય નાગરીકોને પણ મુશ્કેલી થતી હોય છે. આ બધી જ બાબતોને ધ્યાને લઇને જિલ્લા વહીવટીતંત્રએ પોરબંદર જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. મામલતદાર પોરબંદર (ગ્રામ્ય) એ.આર. ચાવડાના જણાવ્યા મુજબ છાંયા વિસ્તારના સર્વે નં. 390ની જમીનમાં કુલ 3000 ચોરસ મીટરમાં પથરની દિવાલ બનાવી ર000 મીટર જગ્યાનો દબાણકારોએ ગરેકાયદે કબજો કરી લીધો હતો. આ ઉપરાંત 1000 ચોરસ મીટર જગ્યાનો પણ કબજો કરવામાં આવ્યાનું ધ્યાનમાં આવતા કલેકટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર રાજેશ તન્નાના સંકલન હેઠળ પ્રાંત અધિકારી કે.વી. બાટી, મામલતદાર ચાવડા, સર્કલ ઇન્સ્પેકટર તેમજ કમલાબાગ પોલીસ બંદોબસ્ત હેઠળ માધવપુર હાઇવે ટચ આ જગ્યા દબાણ મુકત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગડુ-દ્વારકા બાયપાસ પર કોલીખડા ગામની ગૌચરના સર્વે નં. 74 પૈકીમાં થયેલ ખાનગી ખોતદારો દ્વારા કરવામાં આવેલ દબાણ મામલતદાર, સર્કલ ઇન્સ્પેકટર, ડી.ડી.ઓ., સરપંચ તથા તલાટીની હાજરીમાં બે હજાર ચો.મીટર જગ્યા મુકત કરવામાં આવી હતી. છાંયા ગામની રૂા. 6 કરોડની તેમજ કોલીખડાની રૂા. ર કરોડની કીંમતની જગ્યા દબાણ મુકત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાણાવાવ ખાતે નારિયાધાર ટેકરી પર 100 હેકટર ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરીને દિવાલ બનાવવામાં આવેલ તેને પ્રાંત અધિકારી વિવેક ટાંક, મામલતદાર સાવલિયા, પી.એસ.આઇ. અને સર્કલ ઇન્સ્પેકટરની હાજરીમાં આ દબાણ દુર કરવામાં આવ્યું હતું. તથા વનાણા ખોત ર હેકટર જમીનમાં થયેલ દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યું હતું.
પોરબંદર જીલ્લામાં સરકારી જમીનમાં થયેલ દબાણો દુર કરવાની ઝુંબેશથી લોકોમાં આવકાર મળ્યો છે. દબાણકારોને નોટીસો મળી રહી છે. દબાણકારો સ્વેચ્છાએ પોતાના ખર્ચે દબાણો દુર કરે તેમ તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે.